________________
બીજા દિવસે સવારે કરવાનો વિધિઃ અથ સપ્તપદ-પૂનમ II ૧. પચ્ચપરમેષ્ઠિ ૨. દશ દિકપાલ ૩. બાર રાશી ૪. અઠ્ઠાવીસ નક્ષત્ર ૫. નવગ્રહ ક્ષેત્રપાલ દ. સોળ વિદ્યાદેવી ૭. ગણેશાદિ પ્રથમ સ્નાત્રપૂજા કરી પેજ નં. ૫ થી ૧૩ સુધીની જિનાર્ચન વિધિ કરવી. આ પૂજન હવન સાથે કરવાનું હોય છે, હવનકુંડ કાચી ઈંટો દ્વારા માટીથી બનાવવો, ત્રણ સ્ટેપ વાળો, ત્રિકોણ, ૨૭ X ૨૭ નો ૧૮ ઉંચાઈવાળો બનાવવો. આગળના ભાગે પાન આકારની જીભ બનાવવી. એક એક પૂજન વખતે આહુતિ મંત્ર બોલાય ત્યારે બતાવવામાં આવે તે દ્રવ્યની આહુતિ આપવી. હવનમાં ફકત પુરૂષોએ જ બેસવું. ઓછામાં ઓછા ૪ થી ૫ પુરૂષોએ બેસવું. હવનકુંડને મીંઢળ બાંધવું ત્રણેય ખૂણે પાન સોપારી શ્રીફળ મૂકવાં. કંકુના સાથીયા કરવા. અંદર છાણાં, લાકડાં, કપૂર વગેરે ગોઠવવું. મંત્ર બોલી અગ્નિ પ્રગટાવવો. દરેક આહુતિ વખતે કોડીયામાં દૂધ પાકની આહુતિ આપવી. હવન પ્રગટાવવાનો વિધિ. अग्निस्थापनमन्त्र :- ॐ रं रां री रु रौं र: नमो अग्नये, नमो बहभानवे, नमो अनन्ततेजसे, नमो अनन्तवीर्याय, नमो अनन्तगुणाय, नमो हिरण्यतेजसे, नमो छागवाहनाय, नमो हव्याशनाय, अत्र spકે આઇ આઇ અવર જવર નિઝ તિરૂ રાણા || અગ્નિ પ્રગટાવી નીચેના મંત્રથી વાસક્ષેપ કરવો.
५५