________________
આ ચોવીશીમાં તપ વિધિની માહિતી દર્શાવી છે. આસો સુદ ૭ થી ૧૫ સુધી નવ આયંબીલ કરવાં. તે રીતે ચૈત્ર માસમાં નવ આયંબીલ કરવાં. ઓળીની શરૂઆત આસો મહિનાથી કરાય ને ૪૫ વર્ષમાં ઓળી પૂર્ણ થાય. નવમા દિવસે પંચામૃત સ્નાત્ર કરવું. ખરેખર શારીરિક અશક્તિ વાળા હોય તેઓએ એકાસણું કરીને પણ આ તપનું આરાધન અવશ્ય કરવું જોઈએ. ચૈત્યમાં ભૂમિ શુદ્ધ કરી પંચ ધાન્યથી સિદ્ધચક્રનું માંડલું રચવું. નવ-પદ ઉપર નાળીયેરના ગોળામાં ખાંડ ભરી પૂજા કરવી, સોળ અનાહતની મેરૂ આકારની સાકરથી, સ્વર અને વર્ગની દ્રાક્ષથી, સપ્તાક્ષરની પૂજા બીજોરાથી, ૪૮ લબ્ધિ પદની પૂજા ખારેકથી, જ્યાદિ દેવીની નારંગીથી, ગુરૂપાદુકાની દાડમથી, ચક્રના અધિષ્ઠાયક વિમલવાહન દેવની પૂજા કોળાથી કરવી. યક્ષ-યક્ષિણીની સોપારીથી, ચાર દ્વારપાળની પીળા રંગથી, માણિભદ્રાદિ ચારવીરોની કાળા રંગથી, દશ દિક્પાલ અને નવગ્રહની વર્ણપ્રમાણે ફળ અને નૈવૈદ્યથી, નવનિધિની અખરોટથી પૂજા કરવી. સૌ આરાધકો આનંદમાં આવી એક બીજાના ગળામાં માળાઓ પહેરાવે, આરતી-મંગળદીવો કરી શક્રસ્તવથી પ્રભુના ગુણ સ્તવીગુરૂદેશના સાંભળવી. છેલ્લે ગીત અને નૃત્ય કરી ભક્તિ કરી યથાશક્તિ દાન આપે. ત્યાર બાદ સંઘ પૂજા કરી પોતાના ઘેર જાય.
સમસ્ત જિનશાસનનો સાર, મોક્ષગામી દરેક આત્મઓની આરાધનાનું મૂળ એવા સિદ્ધચક્રજીની આરાધના, પૂજનનું ફળ, મહિમા તથા કયા પદની આરાધનાથી કોણે ઈચ્છિત ફળ મેળવ્યું તે દર્શાવતી.
g