________________
અષ્ટોત્તરશત શાન્તિસ્નાત્ર વિધિ કુંભસ્થાપના :... દીપકસ્થાપના.. જ્યારારોપણ.. જલાનયન... પાટલાપૂજન વગેરે આગળના દિવસોમાં કરી લેવું. • કુંભસ્થાપન કુંભચક્ર આવતું હોય તેવા દિવસોમાં જ કરવું.. • પ્રતિષ્ઠા કર્યા પછી તે જ દિવસે આ અષ્ટોત્તરી સ્નાત્ર કરાવવામાં આવે છે.. કોઈપણ માંગલિક કાર્યમાં પૌષ્ટિક વિધાન તરીકે પણ આ કરવામાં આવે છે. • આગળના દિવસે પૂજન સ્થળે કાચી ઈંટોની પીઠિકા બનાવરાવી ધોળાવી. ચારે બાજુ ચિતરાવી તૈયાર રાખવી.. • (સન્મુખમાં હાથીની સૂંઢ વડે અભિષેક કરાતી લક્ષ્મીજી. જમણીબાજુ 3. ડાબીબાજુ હૈ. પાછળ ખેશયુક્ત કુંભ ) વારારોપણ
વખતે વાંસના જ્વારા પણ વવરાવી રાખવા.. પીઠિકાનું માપ :- પ્રભુજીની દિશા લંબાઈ પહોળાઈ ઉંચાઈ
પૂર્વાભિમુખ હોય તો ૩૯ ઈંચ ૩૯ ઈંચ ૨૫ ઈંચ દક્ષિણાભિમુખ હોય તો ૩૭ ઈંચ ૩૭ ઈંચ ૨૫ ઈંચ પશ્ચિમાભિમુખ હોય તો ૩૭ ઈંચ ૩૭ ઈંચ ૨૫ ઈંચ,
ઉત્તરાભિમુખ હોય તો ૨૭ ઈંચ ૨૭ ઈંચ ૨૫ ઈંચ વચ્ચે ૯ X ૯ X ૯ ઇંચનો ખાડો રાખવો.
૭૩