________________
પર
દિ પછી દશ દિકપાલને પવિત્ર બલિબાકુલા દેવા-ખીર ૧, લાપસી ૨, વડાં ૩, ભાત
૪, કરંબો પ, ગળ્યા-મોળા પુડલા ૬, ખીચડી ૭ સપ્ત ધાન્ય (ચણા ૧, ઘઉં ૨, જવ ૩, જાર ૪, મગ ૫, ચોળા ૬, અડદ ૭,) ગોધૃત શેર સવા, બૂરખાંડ શેર સવા સર્વ એકઠાં કરી વાસમુઠ્ઠી ભરી :ॐ नमो अरिहंताणं, ॐ नमो सिद्धाणं, ॐ नमो आयरियाणं, ॐ नमो उवज्झायाणं, ॐ नमो लोए सब्बसाहूणं, ॐ नमो आगासगामीणं, ॐ नमो चारणाइलद्धीणं, जे इमे किन्नर किंपुरिस महोरग गरुल सिद्ध गंधब्ब जक्ख रक्खस पिसाय भूय पेय सायणी डायणी पभियओ जिणधरणिवासिणो निय निय निलयट्ठिया भवंतु, संति तुट्ठि पुट्टि सिव सुत्थयणकारिणो भवंतु स्वाहा ।
આ મંત્ર ત્રણવાર ભણી વાસમુઠ્ઠી બળિ ઉપર વેરીએ, કરેણના ફૂલ વેરીએ. ૧, પાણીનો કળશ, ચંદન, ફૂલ, ધૂપ, દીપ, વાસચોખા, સોપારી, થાળી વેલણ, બલિભાઇના લઈ ઉંચી ભૂમિ ઉપર અગાસે જઈને અથવા ખુલ્લી ભૂમિમાં આહ્વાન કરે. (દિકપાલ આહ્વાન જુઓ પાનું ૩૩)