________________
કોડીયાઓમાં કંકુના સાથીયા કરી રૂપાનાણું તથા સોપારી મૂકવાં. તેમાં લાલ માટી તથા છાણાનો ભૂક્કો થોડો થોડો ભરવો. પછી સાત ધાન્ય મીક્ષ કરીને તેમાં ભરે તેના ઉપર ફરીને
માટી તથા છાણાનાં ભૂકકો ભરે ત્યારબાદ કળશથી જરૂરત મુજબ પાણી ભરે. • તે વખતે સંઘની બેનો ધવલ મંગલ ગીતો ગાય. • કોડીયાં લઈ એક પ્રદક્ષિણા આપી કુંભની ચારે બાજુ મૂકવાં. • આ જ્વારા રોપણ કરનારનું બહુમાન કરવું. • પછી પ્રભુજીની આરતિ મંગળદિવો કરી શાન્તિકળશ કરી. ચૈત્યવંદન કરી ક્ષમાયાચના
કરવી. • જો પાટલાપૂજન તે જ વખતે કે તે જ દિવસે કરવાનાં હોય તો આરતિ વગેરે પાટલા પૂજન પછી
કરવાં.
जलानयन विधिः શાન્તિસ્નાત્રના આ મહામાંગલિક અનુષ્ઠાનમાં વાપરવામાં આવતું પાણી પણ વિધિપૂર્વક ૭ - અને જલદેવતાની અનુજ્ઞા પૂર્વક લેવાનું હોય છે. નદી જળાશય (સરોવર) કે કૂવાનું પાણી હોવું જોઈએ. તે લાવવાની વિધિ આ પ્રમાણે છે..