________________
૨૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
શકયો. આ પૃથ્વી પર થનારા માનવના સતત પુનમના વિષય પર સૌથી પહેલાં પ્રકાશ પાડનારા ઉત્તમ લેખાનાં નામ તમે હમણાં કહી ખતાવ્યાં. ગ્રીક ફિલસૂફ઼્રોમાંના વધારે વિચારશીલ તત્ત્વનો, વિવેકી આફ્રિકાવાસીએ અને આરંભના ખ્રિસ્તી ધર્મગુરુએ એ સિદ્ધાંતને સારી પેઠે સમજતા હતા, એની સાથે હું સંમત થાઉં છું. છતાં પણ એ સિદ્ધાંત સૌથી પહેલાં કયાં શરૂ થયા ? એ વિશે તમને શું લાગે છે ?’
એકાદ ક્ષણ એ અટકે છે પણ પેાતાના પ્રશ્નના ઉત્તર માટેને અવસર આપ્યા વિના સ્મિત સાથે શરૂ કરે છે: જૂના જમાનામાં પુનર્જન્મવાદના સિદ્ધાંતના કરાયેલા સર્વ પ્રથમ સ્વીકારના યશ ભારતવને જ આપવેા ઘટે છે. અત્યંત જૂના જમાનામાં પણ અમારા દેશના લૉકામાં એ મત ઘણી સારી રીતે ફેલાયેલા હતા.’
વક્તાની મુખાકૃતિ મને મુગ્ધ કરે છે. એ અસાધારણ છે. સે ભારતીઓના સમૂહમાં એ આગળ તરી આવે એવી છે. એ વ્યક્તિએ પેાતાની શક્તિને જાણે કે સંગ્રહી રાખી છે. એના ચારિત્ર્ય વિશે મારા પર એવી છાપ પડે છે. તીક્ષ્ણ તેજસ્વી આંખ, મજબૂત મેઢું અને ઊપસી આવેલું વિશાળ લલાટ એના વ્યક્તિત્વની ખાસિયતો છે. સામાન્ય હિંદુ કરતાં એની ચામડી વધારે કાળી છે. એણે સુંદર પાઘડી પહેરી છે. એને! આગળનેા ભાગ તેજસ્વી રત્નથી સુશાભિત છે. અને પેાશાક અંગ્રેજી ઢળના અને સુંદર રીતે સીવેલેા છે.
કાંઈક અંશે એના ઉપદેશાત્મક શબ્દોની અસર ગલ્લા પર બેઠેલા ઘરડા માણસ પર ના થઈ. ઊલટું, સાચું કહીએ તેા એણે એના કડક રીતે વિરોધ કર્યો.
· એવું કેવી રીતે કહી શકાય ?’ એણે સંશયાત્મક સ્વરમાં શરૂ કર્યું : ' ખ્રિસ્તી કાળની પહેલાંના વખતમાં મધ્યપૂર્વનાં શહેરો સભ્યતા ને સંસ્કૃતિનાં સર્વોચ્ચ વિકાસકેન્દ્રો તરીકે વિખ્યાત