________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
એ લાંબી મુસાફરી માટેની તૈયારીઓ નિરંતર ચાલ્યા કરે છે. કરકસર કરીને પૈસા એકઠા કરવામાં આવે છે, અને પિતાની નિખાલસ કપના પ્રમાણે જેને એ સંશોધકનું સાહસ સમજે છે તેની રૂપરેખાને ચુપકીદીથી આગળ વધારે છે. પ્રવાસની લાલસાને અધિક ને અધિક ઉત્તેજિત કરનારાં રંગીન પૃષ્ઠો, આકર્ષક ચિત્ર ભેગાં કરે છે, તથા નકશાઓ ને ગાઈડ બુકને અત્યંત કાળજીપૂર્વક અભ્યાસ કરે છે. આખરે ભાગ્યને ભરેસે દેશ છોડવાનો દિવસ પણ મુકરર કરે છે. જીવનની બીજી બાજુએ શું છે તેની ખબર કાને પડે છે?
યૌવનની તાજી શક્તિને તથા ઊછળતા આશાવાદને તે સાચવી શક્યા હશે. કેમકે કોઈક કમનસીબ દિવસે બીજા છેકરાના વાલીને બધી તૈયારીની ખબર પડે છે, આખીય યોજનાની વધારે વિગતે એ પછી એકઠી કરવામાં આવે છે, અને એ કડકાઈથી કામ લે છે. પરિણામે એ બંનેને શું વેઠવું પડે છે તેનું વર્ણન કરવાની જરૂર નથી લાગતી. આખુંય સાહસ અત્યંત અપ્રસન્નતા સાથે છેડી દેવું પડે છે.
એ કમનસીબ મુસાફરીની યોજના કરનારના મનમાંથી હિંદુસ્તાનના દર્શનની ઈચ્છા દૂર નથી થતી. ઉંમર વધતાં નવીનવી ફરજે, જવાબદારીઓ, અને બીજી રસવૃત્તિઓનાં બંધને એને બાંધી દે છે. એટલે એ ઈચ્છાને અત્યંત દુઃખ સાથે એક બાજુ અંધારામાં રાખી મૂકવી પડે છે.
વરસોના પંચાંગનું એક પછી એક પાનું કાળને હાથે ફરતું જાય છે. છેવટે એક માણસની અણધારી મુલાકાત થાય છે. એ માણસ જૂની મહત્ત્વાકાંક્ષામાં કામચલાઉ સમય માટે છતાં નવો જ પ્રાણ સંચાર કરે છે. ખાસ તો એટલા માટે કે એ અપરિચિત માણસને ચહેરો ઝાંખો છે, એના શિર પર પાઘડી છે, અને સૂર્યનાં કિરણથી છવાયેલા હિંદુસ્તાનમાંથી જ એ આવેલ છે.