________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
જરૂર પાછા ફરીશ !” મેં વિશ્વાસપૂર્વક ઉદ્ગાર કાઢયા.
એ મારી પાસેથી વિદાય થયા ત્યારે બારણું આગળ ઊભા. રહીને મેં એ પ્રદેશના લેકે જેને પવિત્ર લાલ પર્વત અથવા અરુણાચલના નામથી ઓળખે છે તેના તરફ જોવા માંડયું. એ પર્વત મારા આખાય અસ્તિત્વની રસમય પાર્શ્વભૂમિ બની રહ્યો હતે. ખાતાં, ચાલતાં, વાત કરતાં, કે ધ્યાન ધરતાં અથવા બીજું કઈ પણ કામ કરતાં, મારી આંખ ઊંચી કરતો કે તરત જ ખુલી જગામાં રહ્યું રહ્યું કે મકાનની બારીમાંથી એને અનેરે, સપાટ શિખરવાળ, આકાર મને દેખાયા કરતો. એ સ્થળમાં એનાથી છુટકારો મેળવવાનું શક્ય નહોતું, એ તો સાચું જ, પરંતુ એણે લગાડેલી વિચિત્ર મોહિનીમાંથી છૂટવાનું તો એથીય વધારે અશકર્યું હતું. એ અભુત, એકાંત પર્વતશિખરે મને મુગ્ધ કર્યો છે એ વિચારતાં મને નવાઈ લાગવા માંડી. ત્યાંના લેકોમાં એવી પરંપરાગત કથા પ્રચલિત હતી કે અરુણાચલ પર્વત તદ્દન પિલો છે અને એની અંદરના ભાગમાં સામાન્ય લેકેની દૃષ્ટિથી ન જોઈ શકાય એવા કેટલાક લોકોત્તર મહાપુરુષો વાસ કરે છે, પરંતુ એ આખીય વાતને મેં છોકરવાદી દંતકથાની જેમ ઉવેખી કાઢેલી. અને એ છતાં એ એકાંત પર્વતમાળાએ, મેં એના કરતાં અનેકગણી વધારે આકર્ષક પર્વતમાળાઓ જોઈ હોવા છતાં, મને પિતાના પ્રબળ પ્રેમબંધનમાં બાંધી દીધા. કુદરતને એ ખડબચડો ભૂમિભાગ લાલ ઈટોના સમૂહ જેવી શિલાએના અવ્યવસ્થિત ભંડારથી ભરપૂર હતો અને સૂર્યના પ્રકાશમાં ઝાંખા અગ્નિની પેઠે પ્રકાશ્યા કરતો. એના પ્રખર વ્યકિતત્વને પ્રત્યક્ષ અને જોરદાર પ્રભાવ પડ્યા વિના રહે તે નહોતો.
સાંજ પડતાં મેં મહર્ષિ સિવાય બીજા બધાની વિદાય લઈ લીધી. મને શાંતિ તથા સંતોષને અનુભવ થવા લાગ્યો. કારણકે આત્મિક નિશ્ચિતતા માટેના મારા યુદ્ધમાં મેં વિજય મેળવેલ. અને એ વિજય અંધવિશ્વાસના વમળમાં ફસાયા વિના તથા મારા માનીતા બુદ્ધિવાદને ભેગ આપ્યા વિના મેળવેલે. છતાં, ડાક વખત પછી