________________
૪૮૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મેળવીને વધારે ઉત્તમ અને દિવ્ય કર્મો તરફ વળવું રહેશે. એટલે કે એમને આચારમાં અનુવાદ કરવો પડશે.
કેઈક પ્રતીકાર ન કરી શકાય એવી શક્તિએ બળજબરી કરીને મને આ દુન્યવી પ્રદેશમાં પાછે આ . મંદ ગતિથી કમેક્રમે જાગૃતિ આવતાં મને મારી આજુબાજુના વાતાવરણનું ભાન થયું. મેં જોયું કે હું હજુ મહર્ષિના હેલમાં જ બેઠે છું. અને એ હાલ લગભગ ખાલી છેઆરી દૃષ્ટિ આશ્રમના ઘડિયાળ પર પડી અને મેં જાણ્યું કે આશ્રમવાસીઓ સાંજના ભોજન માટે ભેજનખંડમાં ગયા હોવા જોઈએ. એટલામાં તો મારી ડાબી બાજુએ કેઈક છે એવો મને ભાસ થ. એ પેલા પંચોતેર વરસના નિવૃત્ત સ્ટેશનમાસ્તર હતા. મારા પર મમતાભરી દષ્ટિ ઢાળીને એ જમીન પર મારી તદ્દન પાસે જ બેઠા હતા.
તમે લગભગ બે કલાક લગી ભાવાવેશ અથવા સમાધિમાં હતા.” એમણે મને કહી બતાવ્યું. એ મારા સુખમાં સહભાગી થતા હોય તેમ, એમના કરચલીવાળા અને પુરાણી ચિંતાઓની છાયાથી ભરેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું, ' કશોક પ્રત્યુત્તર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે મને જણાયું કે મારી બોલવાની શકિત જતી રહી છે. પંદરેક મિનિટ પછી એ શકિત પાછી મળી. એ દરમિયાન પેલા વૃદ્ધ પુરુષે પોતાની વાતના અનુસંધાનમાં આગળ કહ્યું:
મહર્ષિ બધાય વખત દરમિયાન તમારું બારીકાઈથી નિરીક્ષણ કરી રહેલા. હું માનું છું કે એમના વિચારીએ તમને દરવણ આપી.”
મહર્ષિ હોલમાં પાછા આવ્યા ત્યારે રાતની છેવટની વિદાય પહેલાંના થોડા વખત માટે એમની પાછળ આવનારા પિત પિતાની જગા પર બેસી ગયા. મહર્ષિએ કેચ પર બેસીને પલાંઠી વાળી, અને જમણી સાથળ પર કેણી મૂકીને પોતાને હાથે હડપચી નીચે ટેકવી રાખે, તથા ગાલ પર બે આંગળીએ રાખી. અમારી