________________
ભુલાયેલા સત્યની ઝાંખીઓ
४८७
પામેલા એના ઉત્તમ વિચારે ભટકતા દેવદૂતોની જેમ એના મનના ઉંબરાને ઓળંગી જશે. એ વિચારે કે ભાવની પાછળ એક અવાજ પેદા થશે. એ અવાજ એના હદયપ્રદેશમાં રહેતા, એના પિતાના પ્રાચીન સ્વરૂપ જેવા, ગૂઢ ગુપ્ત અને રહસ્યમય પરમાત્માને હશે.
(૬) પ્રત્યેક મનુષ્યના જીવનમાં દેવી પ્રકૃતિ નવેસરથી પ્રકટ થાય છે, પરંતુ જે મનુષ્ય એની તરફ ઉદાસીન રહે છે તે એ પ્રાકટયા પથ્થરવાળી જમીનમાં બીજ જેવું થઈ પડે છે. એ દેવી ભાન અને ભાવમાંથી કઈ પણ બાકાત નથી રહી શકતું. મનુષ્ય પોતે જ પોતાને દિવ્યતાના જ્ઞાનમાંથી બાકાત રાખે છે. મનુષ્ય જીવનના રહસ્ય અને અર્થને જાણવા માટે ઉપરઉપરની શોધ કરવાને ઢોંગ કરે છે, પરંતુ વૃક્ષની લીલી ડાળી પર બેઠેલા પ્રત્યેક પક્ષીને અને પિતાની માયાળ માતાના હાથને પકડનારા પ્રત્યેક શિશુને માટે એ કેયડે ઊકલી ગયો હોય છે. એની મુખાકૃતિ પર એને ઉત્તર હોય છે. હે માનવ, તને જન્મ આપનારી એ જીવનશક્તિ તારા દૂરના વિચાર કરતાં પણ વધારે મહાન અને વધારે ઉત્તમ છે. તારે માટે એને આશય અત્યંત ઉપકારક છે એ વિશ્વાસ રાખ, અને અધકચરી અંત:પ્રેરણ દરમિયાન તારા અંતરને એણે જે સૂક્ષ્મ આદેશો સંભળાવ્યા હોય એમને અનુસર.
(૭) જે માણસ માને છે કે પોતે પોતાની અવિચારી ઈચછાએની દોરવણી પ્રમાણે સ્વતંત્ર રીતે જીવશે અને એ છતાં એને અંતિમ પરિણામમાંથી મુક્તિ મેળવશે, એ માણસ પોકળ સ્વપ્નાં સેવી રહ્યો છે એમ સમજી લેવું. પોતાના સાથીઓની સામે કે પિતાની સામે પાપ કરનાર માણસ એ દ્વારા પિતાની સજાને જ જાહેર કરે છે. બીજાની દૃષ્ટિથી એ પોતાનાં પાપ છુપાવે તે ભલે, પરંતુ દેની સર્વવ્યાપક અને સર્વદર્શી આંખથી એ એમને નહિ છુપાવી શકે. દુનિયા પર હજુ પણ ચોક્કસ રીતે ન્યાયનું રાજય ચાલી રહ્યું છે, છતાં એની પ્રક્રિયાઓ મોટે ભાગે અદષ્ટ રીતે ચાલતી હેય છે, અને એ રાજ્ય હંમેશાં પથ્થરની બાંધેલી ન્યાયની અદા