________________
ભુલાયેલા સત્યની ઝાંખીઓ
૪૭૯
બન્યો છું અને મારે એની પકડમાંથી છૂટવું જોઈએ. બુદ્ધિથી ઉપર ઊઠીને મારા સ્વરૂપનો અનુભવ કરવાની આકાંક્ષા મારી અંદર એકાએક ઉત્પન્ન થઈ. વિચાર કરતાં પણ વધારે ઊંડા સ્થાનમાં ડૂબકી મારવાનું મને મન થયું. મગજના સતત બંધનમાંથી મુક્તિ મેળવવાને અનુભવ કેવો હશે તે જાણવાની મને ઈચ્છા થઈ. એ અનુભવ મારે પૂરેપૂરો ધ્યાનપૂર્વક, સાવધાન અને જાગ્રત રહીને કરો હતો.
મનથી અલગ થઈને ઊભા રહેવાનું, મન જાણે કઈક બીજાનું હોય તેમ સમજીને તેના વ્યાપારનું નિરીક્ષણ કરવાનું, અને એની અંદર પ્રકટતા ને વિલીન થતા વિચારોને તપાસવાનું કામ વિચિત્ર લાગે તેવું છે, પરંતુ એથી વધારે વિચિત્ર અને અનોખું કામ તે માનવના આત્માના ગૂઢ પ્રશાંત પ્રદેશને ઢાંકી બેઠેલાં રહસ્યમય આવરણોને ભેદવામાં આવી રહ્યાં છે એવો અંત:પ્રેરણાયુક્ત અનુભવ કરવાનું છે. કોઈ કેલિંબસની પેઠે અજાણ્યા ખંડમાં ઊતરવાનું હોય એવું મને લાગવા માંડયું. એ આકાંક્ષા પર મારો પૂરેપૂરો અંકુશ અથવા કાબૂ હો તોપણ, એણે મારા દિલમાં લાગણીને શાંત ઉદ્રક પેદા કરી દીધો.
પરંતુ વિચારોના જુગજના જુલમમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય? મને યાદ છે કે મારે વિચારોને બળજબરી કરીને અટકાવી દેવાને પ્રયાસ કરવો એવી સૂચના મહર્ષિએ કદી પણ નથી આપી. વિચારને આધાર લઈને એના ઉદ્દભવસ્થાનને પકડી પાડે. એવી સલાહ એમણે અવારનવાર આપી છે અને કહ્યું છે: “સાચું સ્વરૂપ પ્રકટ થાય તે માટે ધ્યાન ધરતા રહે; એને પરિણામે તમારા વિચારો એમની મેળે જ શાંત થશે.” એટલે, ચિંતનના જન્મસ્થાનને મેં શોધી કાઢયું. એવું માનીને, મારે એકાગ્રતાને એ ભૂમિકા સુધી લઈ જવામાં મદદરૂપ થનારી શક્તિશાળી પ્રક્રિયાને ત્યાગ કરીને, હું તદ્દન નિષ્ક્રિય બની ગયે. જો કે સાપ પિતાના શિકારનું ધ્યાન રાખે એમ હું અત્યંત સાવધ તો રહ્યો જ.