________________
૪૭૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં ફરજ છે એ હું સમજી શક્યો, અને એ બદલે પશ્ચિમમાં જઈને મારી પ્રવૃત્તિઓને પ્રારંભ કરવાથી જ વાળી શકાય તેમ હતો.
એ સમાચાર હું જે માનસિક અને આધ્યાત્મિક તાલીમ લઈ રહ્યો હતો એની સર્વોત્તમ કસોટીરૂપ હતા, અને મારી શકિતસામગ્રી એટલી બધી અલ્પ હતી કે એ કસોટીમાંથી હું ભારે નામોશી સાથે બહાર આવ્યું. હું એકદમ હાલી ઊઠયો. મહર્ષિની સાથે હોલને રજને આંતરિક સંબંધ મારાથી ન થઈ શક્યો, અને પરિણામે એમની ટૂંકી મુલાકાત પછી હું ઉતાવળમાં બહાર નીકળે. દિવસના શેષ સમય દરમિયાન, હું કાંઈક હતાશ બનીને, અને એક જ ફટકાથી માણસની બધી યોજનાઓને ઊલટસૂલટ કરી દેનારા પ્રારબ્ધના કચડી નાખનારા પરિબળની સામેને શાંત બળવાખોર થઈને, આમતેમ રખડવા લાગ્યો.
મારા ઉતારા પર પાછી ફરીને મેં મારા થાકલા શરીરને અને એથી પણ વધારે થાકેલા મનને કામળા પર નાખી દીધું. મને એક જાતનું ઊંડું દિવાસ્વપ્ન આવ્યું હોય એવો ભાસ થયે, કારણકે એકાદ ક્ષણ પછી બારણુ પર પડતા ધીમા ટકેર સાંભળીને હું ઊભે થઈને આગળ વધ્યો. આગંતુકને મેં અંદર આવવાની સૂચના કરી. બારણું ધીમેથી ઊઘડયું, અને મારા આશ્ચર્ય વચ્ચે રામૈયાએ ઓરડામાં પ્રવેશ કર્યો.
રામૈયા નીચે બેઠા એટલે હું પણ એમની સામે બેસી ગયા. એ મારી સામે આતુરતાપૂર્વક જોવા માંડ્યા. એમની આંખમાં પ્રશ્નાર્થ ને ભાવ હતો. હું એક એવા પુરુષ સાથે એકલે બેઠો જેમની ભાષા બોલવાનું મારે માટે શક્ય નહોતું અને જે અંગ્રેજીનો એક શબ્દ પણ નહોતા બોલી શકતા. છતાં એમને માટે એકદમ અપરિચિત એવી મારી ભાષામાં એમને સંબોધવાની અવનવી લાગણી મારામાં પેદા થઈ. એની પાછળ એવી વિચિત્ર ધારણ સમાયેલી હતી કે એ મારા શબ્દો નથી સમજી શકતા, પરંતુ મારા વિચારો તો સમજી શકશે જ ! એને લીધે, થોડાંક આવેશયુક્ત વાક્યોમાં,