________________
ક૬૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મહર્ષિ પાસે આવી પહોંચ્યા. એમણે એમને તરત જ સાચો ખુલાસો પૂરે પાડ્યો અને એમના આગળના અભ્યાસમાં મદદ કરી.
યોગી રામૈયાએ મને જણાવ્યું કે પોતાના અંગત નેકરને લઈને બે મહિના માટે પોતે અહીં રહેવા આવ્યા છે, અને પૂર્વની પ્રાચીન યોગવિદ્યામાં એક પશ્ચિમવાસીને રસ લેતા જોઈને એમને ખરેખર આનંદ થાય છે. મેં એમને એક સચિત્ર અંગ્રેજી માસિક બતાવ્યું. એમણે એના એક ચિત્રની વિચિત્ર આલોચના કરતાં કહેવા માંડયું :
પશ્ચિમના તમારા ડાહ્યા પુરુષે એમની પાસેનાં એન્જિનથી વધારે ઝડપી ગતિથી દોડનારાં એજિનેને બનાવવા પ્રયત્નો કરવાનું છોડી દેશે અને જયારે એમના પિતાના સ્વરૂપમાં ડોકિયું કરશે, ત્યારે તમારી પ્રજાને વધારે સાચું સુખ સાંપડી શકશે. વધારે વેગથી પ્રવાસ કરવામાં મદદરૂપ થનારી પ્રત્યેક વસ્તુની શોધ દરમિયાન અથવા એવી શોધ પછી તમારી પ્રજા વધારે સંતોષી બને છે એવું તમે કહી શકે છે ખરા ?”
એ છૂટા પડ્યા તે પહેલાં મેં એમને પેલા સાપ વિશે પૂછી જોયું. એમણે સ્મિત સાથે બેકાળજીથી લખીને ઉત્તર આપ્યા :
મને કેને ભય છે ? મારા હૃદયમાં સઘળા જીવો પ્રત્યેને. પ્રેમ લઈને કોઈ પણ જાતના ધિકકાર વિના હું એની પાસે ગયેલો.” ' ક૯પી લીધું કે યોગીના શબ્દોની પાછળ, એમના ડાક લાગણીપ્રધાન સ્પષ્ટીકરણથી સમજાય છે તેના કરતાં કાંઈક વિશેષ રહસ્ય સમાયેલું છે, પરંતુ વધારે પૂછપરછ કરવાનું મુલવતી રાખીને મેં એમને જળાશય પાસેના એમના એકાંત આશ્રયસ્થાન તરફ જવા દીધા.
યોગી રામૈયા સાથેની મારી એ પ્રથમ મુલાકાત પછીનાં અઠવાડિયા દરમિયાન, હું એમને જરા વધારે સારી રીતે ઓળખતે થયે. મારા નિવાસસ્થાનની આસપાસના નાનકડા મેદાનમાં, જળાશયની બાજુમાં, કે એમના પિતાના મકાની બહાર પણ, અમે