________________
૪૫૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં પર પહોંચી ત્યારે મહર્ષિએ પહેલી જ વાર મોઢું ઉઘાડીને કહેવા માંડયું:
હા. પરંતુ એ માણસ દિવસમાં બે કે ત્રણ વાર સ્નાન કરતો અને એવી રીતે ઘણે સાફ રહેતો.”
એક ખેડૂત અને એનાં કુટુંબીજને તેથી વધારે માઈલની મુસાફરી કરીને મહર્ષિનાં દર્શન માટે આવી પહોંચ્યા. ખેડૂત એકદમ અભણ હતો, એના રોજિંદા કામમાં રત રહે, અને ધાર્મિક ક્રિયાઓ તથા પૂર્વજોના જમાનાથી ચાલ્યા આવતા વહેમોમાં રસ લેતા. એણે કોઈની પાસેથી સાંભળેલું કે અરુણાચલ પર્વતની તળેટીમાં મનુષ્યરૂપે ભગવાન વાસ કરે છે. મહર્ષિને ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એ જમીન પર શાંતિથી બેસી ગયો. એને દઢ વિશ્વાસ હતો કે એ પ્રવાસને પરિણામે એને કઈક આશીર્વાદ મળશે કે એનું નસીબ ઊઘડી જશે. એની પત્ની ભારે ટાપૂર્વક આવીને એની પાસે નીચે જમીન પર બેસી ગઈ. એણે ગરદનથી પગની ઘૂંટી સુધી ફેલાયેલો ને કમરે દબાવેલો જાંબુડી રંગને ઝર્ભે પહેરેલો. એને સુંવાળો સુંદર કેશરાશિ સુગંધીદાર તેલથી મઘમઘતો હતો. એ એક સુંદર છોકરી હતી અને એના ઝાંઝરની ઘુઘરી એ હોલમાં પ્રવેશી ત્યારે તાલબદ્ધ રીતે વાગવા માંડેલી. એણે એ પ્રદેશની પ્રથા પ્રમાણે એના અંબેડા પર સફેદ ફૂલ ખસેલું હતું.
એ નાનકડું કુટુંબ ભાગ્યે જ કશું બોલ્યા વગર મહર્ષિની સામે મીટ માંડીને બેસી રહ્યું. એમની હાજરી માત્રથી જ એમની આત્મિક શ્રદ્ધામાં વધારો થતો હોય, એમને લાગણીજન્ય સુખ મળતું હોય, અને એ બધાથી વધારે વિચિત્ર તો એ કે એમની માન્યતાઓમાં એમને વિશ્વાસ અભિનવ બનતું હોય એવું સાફ સાફ જોઈ શકાયું. મહર્ષિ બધા જ સંપ્રદાયોને સરખા માનતા, એ સૌને એક મહાન લેટેત્તર અનુભવના પ્રત્યક્ષ અને પ્રામાણિક આવિકારરૂપ સમજતા, તેમ જ ઈશુને, કૃષ્ણને, એકસરખું માન આપતા.
મારી ડાબી બાજુએ પંચોતેર વરસના એક ડોસા બેઠેલા. એમના મેંમાં નાગરવેલના પાનને ડૂચા હતા, હાથમાં એક સંસ્કૃત