________________
અરણ્યના આશ્રમમાં
૪૪૯
એ બધા વખત દરમિયાન એ કાઈની સાથે ખેલતા નહિ. એ જિલ્લામાંના એમના આગમન પછીનાં ત્રણ વરસેા સુધી ખરું જોતાં, એમણે વાત કરવા માટે હેાઠ ઉઘાડચા જ નહિ. એનું કારણ એ નહેતું કે એમણે મૌનવ્રત લીધું હતું; પરન્તુ પેાતાના સમસ્ત સામર્થ્ય તથા લક્ષને આત્મિક જીવન પ્રત્યે એકાગ્ર કરવાની એમની અંદરના પથપ્રદર્શક તરફથી એમને ફરજ પાડવામાં આવતી હતી. જ્યારે એમની યેાગસાધનાની સિદ્ધિ થઈ ત્યારે પછી એવા પ્રતિબંધની જરૂર ન રહેવાથી, એ ફરીથી ખેાલવા માંડત્યા. તે છતાં મહર્ષિ એક અત્યંત આછાખાલા પુરુષ તરીકે જ જીવી રહ્યા.
એમણે પેાતાના સંબંધમાં સંપૂર્ણ ગુપ્તતા રાખી, પરંતુ કેટલાક યોગાનુયાગને લીધે, એમના અદશ્ય થયા પછી બે વરસે એમની માતાએ એમની માહિતી મેળવી. પેાતાના મેાટા કરાને લઈને એ એમની પાસે આવી પહેાંચી અને અશ્રભરી આંખે એમને ઘેર પાછા ફરવા વીનવવા લાગી. મહર્ષિએ પાછા ફરવાના ઇનકાર કર્યા. અશ્રુ એમને સમજાવવામાં નિષ્ફળ નીવડત્યાં ત્યારે એમની ઉદાસીનતાને માટે એણે ઠપકા આપ્વા માંડયો. આખરે એક કાગળના ટુકડા પર એમણે ઉત્તર લખ્યા કે એક સર્વાપરી શક્તિદ્વારા મનુષ્યોના નસીબનું નિયમન થઈ રહ્યું છે અને તમે ગમે તેવું વર્તન કરશે તેથી મારા પ્રારબ્ધમાં ફેર નહિ પડી શ. જે પરિસ્થિતિ પેદા થઈ છે તેને સ્વીકારી લેવાની તથા એને માટે વિલાપ ન કરવાની સલાહ આપીને એમણે પોતાના ઉત્તર પૂરા કર્યો. એવી રીતે એને એમની દઢતા આગળ નમતું જોખવું પડયું.
એ ઘટના પછી લેાકા એ યુવાન યેાગીના પ્રદર્શન માટે એમના એકાંતવાસમાં ઊમટવા માંડત્યા ત્યારે એ સ્થળ છેડીને એ અરુણાચલ પર્વત પર ચડી ગયા. ત્યાંની એક વિશાળ ગુફામાં એમણે કેટલાંક વરસે। સુધી વસવાટ કર્યો. એ પર્યંત પર બીજી ઘેાડીક ગુફાઓ આવેલી છે, અને એમાં સંતપુરુષો તથા યાગીએ વાસ કરે છે. પરન્તુ જે ગુફાએ યુવાન રમણુને આશ્રય આપ્યા તે ગુફા ખાસ ઉલ્લેખનીય હતી કારણકે એમાં કાઈ પ્રાચીન યાગની સમાધિ હતી,