________________
૧૮૮
ભારતના આધ્યમિક રહસ્યની ખોજમાં
“માણસે જે સંજોગોમાં જન્મે છે તે સંજોગો જેટલો દોષ માણસને દેવો ઠીક નથી. એમના સંજોગે અને એમની આજુબાજુનું વાતાવરણ એમને ખરેખર જેવા હોય છે તેથી ખરાબ બનવા માટે મજબૂર કરે છે. પૂર્વ કે પશ્ચિમ બંને વિશે એ સાચું છે. સમાજને વધારે ઉન્નત દશામાં લઈ જવાની જરૂર છે. ભીતિકવાદને આદર્શ વાદથી રેકો જોઈએ. દુનિયાની મુશ્કેલીઓને બીજો કોઈ સાચે ઉપાય નથી દેખાતો. દુનિયાના દેશે જે મુશ્કેલીઓમાં ડૂબતા જાય છે તેની વ્યથા તેમને એ ફેરફાર તરફ દોરી જશે. તમે જાણો જ છે કે નિષ્ફળતા કેટલીક વાર સફળતા તરફ લઈ જનારી સાબિત થાય છે.”
“તમે એવું ઈચ્છે છે કે માણસોએ આધ્યાત્મિક આદર્શોને એમના દુન્યવી વ્યવહારમાં ઉતારવા જોઈએ ?”
“અવશ્ય. એ અવ્યવહારું નથી. એ એક જ માર્ગ એવો છે જે છેવટે સૌને માટે સંતોષકારક પરિણામો લાવી શકશે અને એ પરિણામે લાંબા વખત સુધી ટકી શકશે. અને આમિક પ્રકાશની પ્રાપ્તિ કરનારા માણસે દુનિયામાં વધારે ને વધારે પ્રમાણમાં પેદા થશે તેમ એ પ્રકાશ પણ જલદી પથરાતો જશે. જો કે પહેલાંના વખત કરતાં થોડા ઓછા પ્રમાણમાં, પરંતુ ભારતના લકે આજે પણ એમના ધાર્મિક પુરુષોને ઉત્તેજન આપે છે અને માનની નજરે જુએ છે. જે દુનિયાના બધા દેશે એવું કરે, અને આધ્યાત્મિક દષ્ટિવાળા પુરુષ પાસેથી પથપ્રદર્શન પ્રાપ્ત કરે, તો દુનિયામાં સત્વર શાંતિ છવાઈ જાય ને વિશ્વ સમૃદ્ધિમાન થાય.”
અમારી વાતચીત ચાલુ રહી, મને એ સમજતાં વાર ના લાગી કે એમના કેટલાય દેશવાસીઓની પેઠે શંકરાચાર્ય પૂર્વને ઉત્તમ કહી બતાવવા માટે પશ્ચિમની બદનામી નહોતા કરતા. એ સ્વીકારતા હતા કે દુનિયાને પ્રત્યેક ગોળાર્ધ પિતાનાં ભૂષણે ને દૂષણે ધરાવે છે, અને એ દષ્ટિએ એમનામાં લગભગ સરખાપણું છે. એમને આશા