________________
વિભાગ-૩
કામ કર્યા તેની નોંધ
૩૬ ચઢ કરાવ્યાં હતા.
૬૩ વખત લઢાઈ કરવા માટે સંગ્રામે ચડીને બલ ફોરવ્યું. ૧૮ વર્ષ વ્યાપાર કર્યો.
૨૪ બિરૂદાવલી બોલાવી ♦ ૧,૦૦૦ વર્ષાસન આપ્યાં.
૪ રાજા સેવા કરતા હતા.
૧,૮૦૦ વહાણ કરાવ્યાં હતાં.
એમણે જે અન્ય યવનાદિકોના સ્થાનકોમાં દ્રવ્ય વ્યય કર્યું છે તે પણ જૈનશાસનને દીપાવવા માટે જ છે, તે એમના ચરિત્ર ગ્રંથોને વાંચવાથી સ્પષ્ટ સમજવામાં આવશે. અહીં ગ્રંથ ગૌરવ થાય માટે નથી લખ્યું. (વિ. સં. ૧૨૩૮ ની સાલમાં લખાયેલ હસ્તલિખિત પ્રતના આધારે)
વિ. સં. ૧૨૯૮માં વસ્તુપાળનું મૃત્યુ લીંબડી પાસે અંકેવાલીયા ગામમાં છેલ્લા ૧૩મા સંઘ વખતે થયું !
મંત્રી તેજપાળનું મૃત્યુ વિ. સં. ૧૩૦૮માં શંખેશ્વર પાસે ચંદુર ગામમાં થયું. તેની યાદગીરી નિમિત્તે તેના પુત્ર ચૈત્રસિંહે ચન્દ્રપ્રભુ ભગવાનનું ભવ્ય જિનાલય ચંદુરમાં બંધાવ્યું.
*)
તે વખતે વિ. સં. ૧૩૧૫ કચ્છ વાગડના (હલરા પાસે) કંથકોટ ગામના શ્રીમાળી વણિક જગતૂશા થયા. ભદ્રેશ્વર રહીને તેઓ મોટો વ્યાપાર કરતા હતા. આચાર્ય પરમદેવસૂરિની પાસે દુષ્કાળની આગાહી સાંભળીને તેમણે સમગ્ર ભારતમાં દુષ્કાળ સમયે મોં માંગ્યું વિના મૂલ્યે અનાજનું દાન આપ્યું. આઠ અબજ સાડા છ ક્રોડ મણથી વધુ ધાન્યનું દાન આપ્યું. તેમના મૃત્યુ વખતે મહારાજા વિસલદેવે ત્રણ દિવસ ખાધું નહીં. દિલ્હીના બાદશાહે પોતાનો મુગુટ તેના માનમાં ઉતાર્યો.
જગડૂશાએ ભદ્રેશ્વર તીર્થનો પાયાથી જીર્ણોદ્ધાર કરી નવું બનાવ્યું. જેમાં જુના મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી, પ્રભુ પાર્શ્વનાથ સંભવીય કપિલકેવલીને હાથે પ્રતિષ્ઠિત હતા, જે અત્યાર સુધી ૭૫૦ વર્ષ સુધી ટકી રહ્યું. પણ ભૂકંપના આંચકે ગતવર્ષે ૨૬મી જાન્યુઆરીના ધ્વંશ પામ્યું. ! મતલબ કે ૭૫૦ વર્ષમાં તો આવી ભયાનક ભૂકંપની દુર્ઘટના ન થઈ હતી. પ્રાચીન ભદ્રેશ્વર દેરાસરથી આ વાતનો ખ્યાલ આવે છે.
પ
३- नन्धावर्त
६- कलश
७- मीनयुगल
[17
४- वर्धमानक
१- स्वस्तिक
२- श्रीवत्स
८- दर्पण