________________
વિભાગ-૩
મહારાજા કુમારપાલે ૧૪૪૦ જિનાલયોનું નવ નિર્માણ ૧૬૦૦૦ જિનમંદિરોનો જીર્ણોદ્ધાર
૩૬૦૦૦ જિનબિંબો ભરાવ્યા - ૦ ૭00 લહિયા દ્વારા શાસ્ત્ર ગ્રન્થ લેખન કાર્ય
વગેરે અનેક સુકૃતો કર્યા. 8 પરમાઈત કુમારપાલે પોતાના પિતા ત્રિભુવનપાલના આત્મશ્રેયાર્થે બંધાવેલ ત્રિભુવનપાલ વિહાર પ્રાસાદના ભવ્ય જિનાલય નિર્માણમાં ૯૬ કરોડ સોનામહોરોનો સદ્વ્યય થયો.
રિષ્ટ રત્નથી ભરાવેલા ૧૨૫ ઈચના મૂળનાયક શ્રી નેમનાથ ભગવાનને તે મંદિરમાં પ્રતિષ્ઠિત કર્યા. તે સિવાય જિનાલયમાં ૨૪ પ્રતિમાજી રત્નના, ૨૪ પ્રતિમા સવર્ણના તથા ર૪ પ્રતિમાજી રજતન ભરાવીને પ્રતિષ્ઠિત કર્યા, તેમજ “છ'રી પાલિત શત્રુંજય-ગિરનારનો સંઘ, પ્રતિવર્ષ કરોડો સોનામહોરોની સાધર્મિક ભક્તિ વિગેરે અનેક સુકૃતો કર્યા.
આવા વિરાટ ભવ્ય જિનપ્રાસાદમાં મહારાજ કુમારપાલ રોજ બપોરે – મધ્યાત સમયે અષ્ટપ્રકારી પૂજા કરવા જતા હતા. ત્યારે ૭ર મુકુટધારી રાજાઓ સહિત વિરાટું સમુદાય સાથે, ૧૮૦૦ કરોડપતિ શ્રેષ્ઠિઓ વગેરેની સાથે રાજમાર્ગો પર વાજિંત્રોના નાદ સાથે વર્ષીદાન દેતા નીકળતા હતા.
સ્નાત્રપૂજા સહિત જિનપૂજા કર્યા પછી તેઓ પોતાના દ્વારા બંધાયેલા ૩ર જિનાલયોના દર્શન કરતા હતા. તથા હેમચન્દ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ તેમજ વીતરાગ સ્તોત્રના ૨૦ એમ કુલ ૩૨ પ્રકાશનો સ્વાધ્યાય કર્યા પછી ભોજન ગ્રહણ કરતા હતા.
સોલંકી વંશનો પ્રથમ રાજા મૂળરાજ પહેલો પાટણની ગાદી ઉપર આવ્યો. ઈ. સ. ૯૯૭ માં તેમનું મૃત્યુ થયું.
બીજો રાજા ચામુંડરાજ થયો. તેને જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા હતી, તેથી ઘણા જિનાલયો
બંધાવ્યા.
ત્રીજો રાજા વલ્લભરાજા, ચોથો રાજા દુર્લભરાજા, પાંચમો રાજા પ્રથમ ભીમદેવ. તેણે ઈ. સ. ૧૦૨૨ થી ઈ. સ. ૧૦૬૪ સુધી ૪૬ વર્ષ રાજ્ય કર્યું. તે સમયે મહંમદ ગિઝનીએ અણહિલપુર પાટણ લુચ્યું. આગળ વધી સોમનાથ મંદિર તોડ્યું. પણ ભીમદેવ