________________
વિભાગ-૩
કર્ણરાજાની પત્ની અને સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી મૂળ દિગમ્બર જૈન (કર્ણાટકની) હતી.
તે સમયે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય નાની ઉંમરના હતા. પણ રાજકારણી અને કુશાગ્રબુદ્ધિ હતા. એક વખત સવારે અંધારામાં રાજભવનની પાસે તે બાલમુનિ રડવા લાગ્યા. માતા મીનળદેવીએ પુછ્યું ‘કેમ રડો છો ?’
તેમણે જવાબ આપ્યો - ‘તમારા દુઃખથી રડું છું !'
કેમ ?
શું કહું ? પેલા દિગમ્બરો સ્ત્રીનો ભવ બગાડી નાખે છે, કેમ કે તેઓ સ્ત્રીને મોક્ષમાં જવાનો અધિકાર નથી તેમ કહે છે.
મીનળદેવી પણ બાલમુનિના તર્કનો જવાબને સારી રીતે સમજી ગયા.
તે વખતે માતા મીનળદેવી જ રાજ્યનો કાર્યભાર સંભાળતી હતી. કારણકે ત્યારે તેનો પુત્ર સિદ્ધરાજ માત્ર પાંચ વર્ષનો હતો. સિદ્ધરાજ માતાના ગર્ભમાં ૧૨ વર્ષ સુધી રહ્યો હતો.
શ્વેતાંબરીય આચાર્ય વાદિદેવસૂરિએ અકાટ્ય જબ્બર દલીલોની વર્ષા દિગમ્બરાચાર્ય કુમુદચન્દ્રની સામે કરી, આખર તેઓ મુંઝાઈ ગયા. મીનળદેવીએ પણ વાદિદેવસૂરિનો પક્ષ કર્યો, શ્વેતાંબરોનો વિજય થયો અને દિગમ્બરોની શરત પ્રમાણે હકાલપટ્ટી થઈ.
બાય મહારાજા
તેમનો જન્મ ઈ. સ. ૧૦૯૪ માં થયો અને રાજ્યાભિષેક ઈ. સ. ૧૧૪૩માં થયો. તેમનો રાજ્યકાળ ૩૦ વર્ષ કુલ રહ્યો. ૧૮ દેશોનો સમ્રાટ તરીકે પ્રસિદ્ધ થયા. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના પાવન ઉપદેશથી તેઓ ચુસ્ત જૈન ધર્મી બન્યા. તેમણે બાર વ્રતો આદિ ગ્રહણ કરીને દ્રઢતાથી પાલન કર્યું.
તેમના સૈન્યમાં
૧૮ લાખનું પાયદળ
૧૧ લાખ અશ્વ-ઘોડા
આ બધાને પાણી
ગાળીને પીવડાવવામાં
આવતુ હતું
૧૧ હજાર હાથી
૫૦ હજાર ૨થ વગેરેનું વિશાળ સૈન્ય હતું.
too