________________
વિભાગ-૩ વગેરે પર અદ્ભુત રીતે સંસ્કૃતમાં ટીકાઓ રચી હતી.
વીર સંવત ૧૧૧૫ માં આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા. જેમણે મહાન ગ્રન્થ વિશેષાવશ્યક ભાષ્યની રચના કરી. '
વીર સંવત્ ૧૩૬૫માં પિતા બપ્પ માતા ભટ્ટીથી સૂરપાળનો જન્મ.. બાલ્ય ઉમ્રમાં દીક્ષા સમયે માતા પિતાના નામ ઉપરથી બપ્પ ભટ્ટ મુનિ થયા. કહેવાય છે કે તેઓ રોજની 1000 ગાથા કંઠસ્થ કરતા હતા. સરસ્વતી દેવીની પરમ ઉપાસના તેમણે કરી હતી. આમ રાજાને પ્રતિબોધ કરીને તેમણે પરમ જૈન ધર્મી બનાવીને જૈન શાસનની મહાન પ્રભાવના કરી.
વિ. સં. ૧૦૨૯ માં મહાકવિ વનપાલ (શોભન મુનિના ભાઈ) થયા. તેઓ પરમ જૈન ધર્મી બન્યા.
તે વખતે રાજા ભોજ ધારાનગરીમાં થયા. કવિ ધનપાલે તથા શોભનમુનિએ પ્રભુની ઉત્કૃષ્ઠ સ્તુતિઓની રચના કરી. ઘનપાલ કવિએ દેશી નામ માલાની રચના કરી. તિલકમંજરી મહાકાવ્ય બનાવ્યું.
૩૫ મી પાટે આર્ય ઉદ્યોતન સૂરિ થયા. તે વખતે વિ. સં. ૧૦૫૬માં વનવાસિગચ્છ એ વડગચ્છમાં પરિવર્તિત થયો. વડગચ્છની સ્થાપના ટેલીગ્રામમાં - વડ નીચે સાત શિષ્યોને આચાર્ય પદવી આપી હતી. શાસનદેવીના કહેવાથી - તે ગચ્છ વડની શાખાની જેમ વિસ્તૃત બનતો ગયો અને ભવિષ્યમાં તે જ ગચ્છ તપાગચ્છના નામથી પ્રસિદ્ધ થયો. એટલે તપાગચ્છનું મૂળ અત્યંત પ્રાચિન અને પ્રભુ મહાવીરની પ્રાચીનતમ પરંપરાને અતિશય રીતે સંલગ્ન છે.
વિ. સં. ૧૦૨૬માં મહમદ ગિઝની નું આક્રમણ ગુજરાતમાં પહેલીવાર થયું અને તે વખતે સોમનાથ (પ્રભાસ પાટણ) નું મંદિર તોડ્યું.
દિલ્હીમાં પણ સૌ પ્રથમ ૧૦૫૬માં મુસ્લિમ આક્રમણ થયું.
વિ. સં. ૧૮૯૬મા વાદિવેતાલ શાન્તિસૂરીજી થયા. જેમણે ઉત્તરાધ્યયનની બૃહદ્ ટીકા બનાવી છે.
૩૯ મી પાટે વિ. સં. ૧૧૩૫ બીજા યશોભદ્રસૂરિ તે વખતે નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવસૂરિ થયા. જેમને કોઇ રોગ થયેલ,પણ નદીકિનારે પ્રાપ્ત થયેલ (હાલ : ખંભાત) સ્થંભન પાર્શ્વપ્રભુની પ્રતિમાના પ્રક્ષાલ જલના પ્રભાવથી કોણ રોગ