________________
વિભાગ-૩ ઈ. સ. પૂર્વે ૪૫૭માં પ્રથમ નંદરાજાએ કલિંગ (ઉડીસા) ઉપર આક્રમણ કરી રાજમંદિરથી એ પ્રતિમા લઈ ગયો હતો. તેથી તેના પૂર્વજોના પરાજયનો બદલો કલિંગાધિપતી પરમાત મહારાજા ખારવેલ મેઘવાહને લીધો. તેમનાં ૩ વિશેષણ છે, કલિંગ ચક્રવર્તિ ભિક્ષુરાજા દ્વાદશાંગી રક્ષક.
ભગવાન મહાવીર નિર્વાણ પછી ૭૦ વર્ષે એ પ્રતિમા પટનામાં લઈ જવાઈ હતી. એ પ્રતિમા પ્રભુવીરના સમયની હતી.
વીર સંવત ૬૦૯ વર્ષ વિ. સં. ૧૩૯માં આર્યષ્ણના શિષ્ય સહસ્ત્રમલ (ઉપાધિ) શિવભૂતિએ પોતાના ગુરૂથી વિરૂદ્ધ થઈને રત્નકંબલ ખાતર રીસમાં આવી જઈને કપડાનો ત્યાગ કર્યો અને દિગમ્બર મતની સ્થાપના કરી. તથા આગમમાં વસ્ત્રપાત્રની ઠેરઠેર વાત અને પ્રમાણ હોવાની કારણે તેમણે ૪૫ આગમોને પણ અમાન્ય ઠરાવ્યા. તથા વસ્ત્રના કારણે સ્ત્રી મુક્તિનો નિષેધ, કેવલીભુક્તિ નિષેધ વગેરે વાતોને સમર્થન
કર્યું.
વીર સંવત ૧૮૪ વર્ષ દુર્બલિકા પુષ્ય મિત્ર આચાર્ય થયા જેમના માટે કહેવાય છે કે તેઓ પ્રતિદિન ૭૦૦ ગાથા નવી કરતા હતા. અત્યંત સ્વાધ્યાયના કારણે તેઓનું શરીર દુર્બળ પડી જવાથી દુર્બલિકા.. કહેવાયા.
તેમના સમયે સાતમા ગોષ્ઠામાહિલ નામના નિવ થયા. પ્રભુવીરની ૧૫ મી પાટે ચન્દ્રસૂરિ થયા. જેથી કોટિગણનું નામ ચન્દ્રગચ્છ પડ્યું.
૧૯ મી પાટે પ્રથમ માનદેવસૂરિ થયા, જેમણે નાડોલ (રાજ.) માં લઘુશાન્તિની રચના કરી.
બાણકવિ, મયુરકવિ વગેરે પણ ત્યારે થયા. ભક્તામર સ્તોત્રની રચના પ્રભુવીરની ૨૦ મી પાટે આચાર્ય માનતુંગસૂરિએ કરી.
વીર સંવત્ ૮૪૫ વર્ષે વલ્લભીપુર (પાલીતાણા પાસે) તૂટ્યું. વીર સંવત્ ૮૮૨ વર્ષે ચૈત્યવાસી શિથિલાચારી શરૂ થયા.
૨૭ મી માટે બીજા માનદેવસૂરિ થયા ત્યારે વિક્રમ સંવત્ ૧૮૫ સૂરિપુરંદર યાકિનીમહારાસૂનુ હરિભદ્રસૂરિ થયા. જેમણે ૧૪૪૪ ગ્રન્થોની રચના કરી. ચિતોડગઢના હરિભદ્ર ભટ્ટ બ્રાહ્મણમાંથી યાકિની સાધ્વીના માધ્યમથી તેમણે જૈન દીક્ષા લીધી હતી.
આચાર્ય હરિભદ્રસૂરિ પછી લગભગ ૧૦૦ વર્ષ બાદ શીલાંકાચાર્યે આચારાંગ સૂત્રકૃતાંગ