________________
વિભાગ-૩ (હજામ)ને મસ્ત્રીઓએ પાટલિપુત્ર નગરના રાજ્યસન પર બેસાડ્યો. તેના વંશમાં ક્રમશ: નંદ નામના નવ રાજા થયા. તેમાં આઠમો નંદરાજા અત્યંત લોભી હતો. મિથ્યાત્વીની પ્રેરણાથી તેણે કલિંગ દેશનો નાશ કર્યો અને કુમારપર્વત પર શ્રેણિક રાજાએ બનાવેલ ઋષભદેવ પ્રાસાદનો નાશ કરી તેમાંથી ઋષભદેવની સુવર્ણમયી પ્રતિમાને ઉઠાવીને પાટલીપુત્ર લઈ ગયો.
મહાવીર નિર્વાણથી ૧૫૪ વર્ષે ચાણક્યથી પ્રેરિત થઈ ને મોર્યપુત્ર ચન્દ્રગુપ્ત નવમા નંદરાજાને હરાવીને પાટલીપુત્રનો સ્વયં રાજા બન્યો. ચન્દ્રગુપ્ત પહેલા જૈન નહીં પણ બૌદ્ધ હતો, પણ પછી ચાણક્ય મંત્રીના સમજાવવાથી તે જૈનધર્મનો અત્યંત દ્રઢ શ્રદ્ધાવાન શ્રાવક બની ગયો.
ચન્દ્રગુપ્ત રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો, અને મોર્ય સંવત્સર ચલાવ્યો. મહાવીર નિર્વાણથી ૧૮૪ વર્ષે ચન્દ્રગુપ્તનો સ્વર્ગવાસ થયો, અને તેનો પુત્ર બિંદુસાર પાટલીપુત્રના રાજ્ય પર બેઠો. બિંદુસાર પણ પરમ જૈનધર્મી શ્રાવક હતો. ૨૫ વર્ષ તેણે રાજ્ય કર્યું.
વીર નિર્વાણના ૨૦૯ વર્ષે બિંદુસારનો પુત્ર અશોક પાટલીપુત્રનો રાજા બન્યો. અશોક પહેલા જૈનધર્મી હતો, પણ રાજ્યપ્રાપ્તિના ૪ વર્ષ પછી એણે બૌદ્ધધર્મનો પક્ષ કર્યો અને પોતાનું નામ પ્રિયદર્શી રાખીને તેણે બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો.
અશોક મહાન પરાક્રમી હતો, તેણે કલિંગ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર આદિ દેશોને જીતીને બૌદ્ધધર્મનો વિસ્તાર કર્યો. પશ્ચિમ પર્વત અને વિધ્યાચલમાં ગુફાઓ બનાવી. તેમાં બુદ્ધની મૂર્તિઓ સ્થાપિત કરી. તેણે સિંહલ દ્વીપ, ચીન, બ્રહ્મદેશ આદિ દેશોમાં બૌદ્ધધર્મના પ્રચારાર્થ પાટલીપુત્રમાં બૌદ્ધ શ્રમણોની સભા કરી અને સભાની સંમતિ અનુસારે અનેક બૌદ્ધ શ્રમણોને તે તે દેશોમાં મોકલ્યા.
અશોક જૈનધર્મના શ્રમણ શ્રમણીઓનો પણ સન્માન કરતો હતો, પણ તેમનો દ્વેષ ક્યારે પણ કરતો ન હતો.
અશોકના અનેક પુત્ર હતા. તેમા કુણાલ રાજ્ય માટે યોગ્ય હતો. ભાવી રાજાની સંભાવના તેનામાં હોવાથી સાવકી અપરમાતાને આંખમાં ખૂચતો હતો. તેથી અશોકે કુણાલને ઉજ્જયિની નગરીમાં રાખ્યો હતો. પરંતુ ત્યાં પણ અપરમાતાના ષડયંત્રથી પત્રમાં “અધીયતામ્ કુમાર રાજાના તે વાક્યને પત્ર ફોડીને અંધીયતામ્ કુમાર કર્યું, પત્ર વાંચીને પિતાની આજ્ઞાપાલન ખાતર કુણાલ સ્વયં અંધ બની ગયો. આ વૃત્તાંત સાંભળીને અશોકને ખૂબ ક્રોધ ચડ્યો અને તે પ્રપંચી રાણી તથા બીજા નાલાયક પુત્રોને મરાવી નાખ્યા. પાછળથી કુણાલનો પુત્ર સંપ્રતિને પોતાના રાજ્યના ઉત્તરાધિકારી બનાવ્યો.