________________
વિભાગ-૬ વિજેતા નીકળે છે. આપણા ૧૦૦ કરોડથી વધુ વસતિવાળા દેશમાંથી આવાં નોબેલ વિજેતા કેમ નીકળતા નથી ? શું કારણ છે ? તેનું કારણ એ છે કે આપણે આપણી માતૃભાષામાં ચિંતન કરતા નથી અને માતૃભાષામાં જ્યાં સુધી ચિંતન થાય નહીં, ત્યાંસુધી મગજનો ક્યારે પણ વિકાસ થતો નથી. એક બહુ મોટી ગેરસમજના આપણે ભોગ બની ગયા છીએ કે, અંગ્રેજીમાં ભણીને આપણો બાળક વધારે ઈન્ટેલિજેન્ટ થશે, હોંશિયાર થશે. અને આ હું મારા મનની વાત નથી કહેતો. મેં જેમની સાથે કામ કરેલું તેવા નોબેલ પારિતોષિક વિજેતા સાયન્ટીસ્ટ પણ કહેતા કે- ‘કોઈપણ બાળક પોતાની માતૃભાષામાં કોઈ વાત યાદ રાખવાની કોશિશ કરે, તો માતૃભાષામાં જેટલા સમયમાં યાદ રાખી શકશે, તેના કરતા છ ગણો સમય તેને અંગ્રેજી ભાષામાં યાદ કરતા લાગશે ! ફક્ત છ ગણો વધારે સમય લાગશે એટલું જ નહીં તે બાળક અંગ્રેજીના શબ્દોનું ફક્ત રટણ કરી કરીને જ યાદ કરે છે. પરીક્ષામાં પણ તે રટણ કરેલા કે ગોખેલા શબ્દો અને વાક્યો લખીને આવતો રહે છે. બીજે દિવસે તેને યાદ પણ નથી રહેતું કે મેં શું લખેલું ? તમે કોઈપણ બાળકને પૂછો, જે અંગ્રેજીના નવમાં ધો૨ણમાં ભણતો હોય કે તે આઠમા ધોરણમાં ! અંગ્રેજીમાં શું રટણ કરેલું ? તો તેને યાદ નહીં હોય. કારણ કે તે સંભવિત નથી. અંગ્રેજી ભાષામાં ટેમ્પરરી પરીક્ષા
નોબેલ-નોમિનેટ કેમ પેદા થતા નથી ? તમારો દેશ જયારે ગુલામ હતો. ત્યારે બે નોબેલ પુરસ્કાર અપાયા હતાં. હવે ધ્યાનથી સાંભળજો કે હિન્દુસ્તાનમાં સૌથી પહેલું નોબેલ પારિતોષિક પામનારા રવીન્દ્રનાથ ટાગોરે અંગ્રેજીમાં ઘણું સાહિત્ય લખેલું પણ નોબેલ તેમને બાંગ્લાભાષામાં લખેલ ગીતાંજલી માટે જ મળેલુ, આ વાત બરાબર ધ્યાનમાં રાખજો. તેમને અંગ્રેજી ભાષા સારી રીતે આવડતી હતી, છતાં તેમણે આ સર્જન પોતાની માતૃભાષામાં જ કર્યું, કારણકે અંગ્રેજી કરતા પોતાની માતૃભાષામાં જ આવા મૌલિક કાર્યો વધારે સારી રીતે થઈ શકે છે.
બીજુ નોબેલ પારિતોષિક મેળવનારા જગદીશચંદ્ર બોઝે પણ તેમની પૂરેપૂરી થિસીસ બાંગ્લાભાષામાં જ લખેલી છે અને તેથી જ તેમને નોબેલ મળ્યું છે. પેલા સાયન્ટીસ્ટ મને કહેતા- ‘તમારો દેશ જયારે ગુલામ હતો, ત્યારે બે નોબેલ પુરસ્કાર મેળવનારા પેદા થયા, હવે તો તમારો દેશ આઝાદ છે, તો હવે તો લાઈન લાગી જવી જોઈએ નોબેલ માટે. પણ આવું કેમ બનતું નથી ? આઝાદી પછી નોબેલ પુરસ્કાર માટે લાયક એક પણ વ્યકિત આ દેશમાં પેદા થઈ નથી તેની સામે આપણાથી નાના નાના દેશ જેવા કે સ્વીડન છે, ડેનમાર્ક છે, નોર્વે છે, આ એવા દેશો છે કે જેમની સંખ્યા આપણા દેશના એક શહેર જેટલી છે અને ત્યાં દર વર્ષે એક-એક નોબેલ
૨૨૦