________________
વિભાગ-૬
અસુરક્ષિત વાતાવરણમાં ધકેલી દેવામાં આવે છે અથવા તો તે હોંશે હોંશે આ વાતાવરણમાં જાય છે. ત્યાંથી જ પતનનો પ્રારંભ થાય છે, એજ પતનનું પ્રથમ પગથિયું છે.
કોઇ પણ પુરૂષ પોતાની પુત્રી કે પત્ની ઉપર જયારે પૈસા કમાવાની અને કુટુંબનું ભરણપોષણ કરવાની જવાબદારી નાંખે ત્યારે તે સ્ત્રીને હકીકતમાં વેશ્યા વ્યવસાય તરફ જ ધકેલતો હોય છે. આજકાલ પોતાનું શરીર અને સ્વભાવ ગીરવે રાખ્યા વિના સ્ત્રીને પૈસા કમાવા મળે તેવું વાતાવરણ જ આપણા સમાજમાં નથી રહ્યું. જેટલી સ્ત્રીઓ નોકરી કે ધંધો કરી રૂપિયા રળે છે તેમનું સૂક્ષ્મ કે સ્થૂળ જાતીય શોષણ થતું જ હોય છે. આ કડવી પણ ઈનકાર ન કરી શકાય તેવી હકીકત છે. આ શોષણ જયારે વ્યાપક બને ત્યારે સ્ત્રી હકીકતમાં એક કોલગેર્લ બની ગઈ હોય છે.
તેના ઉપર રૂપિયા કમાવાની જવાબદારી નાંખી એ તેને વેશ્યાવ્યવસાય તરફ ધકેલવાનું બીજું પગથિયું છે. તેની હેસિયત કરતા વધારે પૈસા લાવતી થાય ત્યારે પણ માબાપે જાગ્રત થઈ જવાની જરૂર હોય છે. ઘરેથી નીકળી જતી હોય અને રાત્રે અગિયાર વાગ્યે ઘરે આવે ત્યારે પણ માબાપે સતર્ક થઈ જવાની જરૂર હોય છે. પરંતુ તેઓ તો પૈસાના લોભમાં પુત્રીના શીલની ચિંતા કોરાણે જ મૂકી દીધી હોય છે. જે માબાપો પોતાની દીકરીના શીલની કિંમત ઓછી આંકે છે અને તેને પૈસા
કમાવાનું સાધન માને છે તેમણે સમજી લેવું જોઈએ કે તેઓ દીકરીને આડકતરી રીતે કોલગર્લ બનવાની જ પ્રેરણા આપી રહ્યાં છે.
કોલેજ કન્યાઓ કેવી રીતે કોલગર્લ બને છે તે સમજવા માટે રાધિકાનો કિસ્સો જાણવા જેવો છે. રાધિકાનો જન્મ એક મધ્યમ વર્ગીય સંસ્કારી કુટુંબમાં થયો હતો. રાધિકા કોલેજ જતી થઈ અને તેણે શ્રીમંતોના નબીરાની વૈભવી લાઈફસ્ટાઈલ જોઈ. તેને પણ આવી લાઈફસ્ટાઈલનો મોહ જાગ્યો. આ માટે ચિક્કાર નાણાંની જરૂર હતી, જે તેના પિતા તેને આપી શકે તેમ નહોતા. કોઈ પણ સ્ત્રીને પોતાની કૌટુંબિક ક્ષમતા કરતાં વધુ નાણાં કમાવાની અને ખર્ચવાની તમન્ના પેદા થાય ત્યારે તે મનોમન નૈતિક મૂલ્યો સાથે બાંધછોડ કરવા માટે તૈયાર થઈ જતી હોય છે. રાધિકા પણ થઈ ગઈ. શ્રીમંત કોલેજિયન મિત્રોની કારમાં ફરવાનો અને ક્લબોમાં રખડવાનો તેને ચસકો લાગ્યો. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. રાધિકા પાસે સોદો કરવા માટે સુડોળ કાયા હતી. આ કાયા તેણે શ્રીમંત નબીરાઓ સામે ધરી દીધી. વૈભવી લાઈફસ્ટાઈલના મોહમાં રાધિકા એક ફાઈવ સ્ટાર કોલગર્લ બની ગઈ.
ફિલ્મ લાઈન, ટીવી સિરિયલો અને મોડેલિંગનો વ્યવસાય તો સ્ત્રીને કોલગર્લ બનાવવા માટેના એક્સપ્રેસ હાઈવે છે. આ લાઈનમાં જઈને સફળ બનેલી કે નિષ્ફળ ગયેલી કોઈ સ્ત્રી પોતાના દેહને અભડાવ્યા
૧૯૮