________________
વિભાગ-૬
ચાર દિવાલોની બહાર એકલા જવાની છૂટ આપવી જોઈએ નહીં. આ કારણે ખાનદાન કુટુંબોની સ્ત્રીઓ ઘરમાં સુરક્ષિત રહેતી અને તેમના શીલની પણ રક્ષા થતી હતી. તે કાળમાં સમાજમાં જે રૂપજીવિનીઓ આવતી તેઓ નિમ્ન વર્ગમાંથી જ આવતી હતી. આ સ્ત્રીઓ ફુલટાઈમ વેશ્યાવ્યવસાય કરતી હતી અને તેમનો સમાજ અલગ જ રહેતો. હતો. ખાનદાન અને સંસ્કારી પરિવારની સ્ત્રીઓ દેહ વેચવાનો વ્યવસાય કરી શકે તેની કલ્પના પણ થઈ શકતી નહીં. આધુનિક સ્ત્રીઓ જયારથી કોલેજમાં ભણવાના બહાને, નોકરી કરવાના બહાને, પૈસા કમાવાને બહાને, સ્વતંત્ર વ્યવસાય કરવાના બહાને ઘરની ચાર દિવાલો વચ્ચેથી એકલા બહાર નીકળવાનું શરૂ કર્યું ત્યારથી સ્વાર્થી પુરૂષજાત માટે ભોળી સ્ત્રીનું શોષણ કરવાનો માર્ગ મોકળો બન્યો છે. શોષણની પરાકાષ્ઠા આવે ત્યારે સંસ્કારી સ્ત્રી કોલગર્લ બની ગઈ હોય છે.
આ
ખાનદાન અને સંસ્કારી કહેવાતા પરિવારની યુવાન સ્ત્રીઓ કેવી રીતે વેશ્યા વ્યવસાયમાં જોડાઈ જાય છે ? આ આખી પ્રક્રિયા સમજવા જેવી છે. આ પ્રક્રિયામાં અનેક પગથિયાં છે. સ્ત્રી એક એક પગથિયું નીચે ઊતરતી જાય છે અને પોતાની જાતને સમજાવતી જાય છે કે તેમાં કોઈ ખોટું કે અનૈતિક નથી. સ્ત્રીના માબાપ કે સ્વજનોને પણ તે અમુક પગથિયાં નીચે ઊતરે તેમાં અજુગતું નથી લાગતું. છેવટે તે છેલ્લાં પતનના પગથિયે પહોંચી જાય અને
.
૧૯૦
સમાજમાં ધજાગરો થાય ત્યારે જ સ્વજનોને ખ્યાલ આવે છે કે મોટી દુર્ઘટના થઈ ગઈ. હકીકતમાં સ્ત્રીને દેહના વ્યવસાય તરફ ધકેલતું આ પ્રત્યેક પગથિયું ખતરનાક છે. આ દરેક પગથિયાં પ્રત્યે મા-બાપો સતર્ક અને સાવધાન રહે તો જ અંતિમ દુર્ઘટના નિવારી શકાય છે. ક્યા છે આ સ્ત્રીને પતનની ગર્તામાં ધકેલી દેતા બહારથી નિર્દોષ જણાતા પગથિયાં ? પોતાની ચિંતા કરતા દરેક મા-બાપે આ પગથિયાં જાણી લેવાની જરૂર છે.
સ્ત્રીને ઘરની ચાર દિવાલ છોડી અસુરક્ષિત વાતાવરણમાં જવાની છૂટ આપવી એ તેને કોલગર્લ બનાવવાની દિશામાં પ્રથમ પગથિયું છે. આજે લાખો સ્ત્રીઓ આવા અસુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી રહી છે કે નોકરી કરી રહી છે તેમાં સમાજને જાણે કંઈ જ ખોટું નથી લાગતું. અને આ પ્રકારે સ્વતંત્રતા આપવાથી જ તેના પતનના મંડાણ થાય છે. આજે ઓફિસમાં, રસ્તાઓ ઉપર, ટ્રેનોની ગિર્દીમાં, થિયેટરોમાં, જાહેર સ્થાનોમાં સ્ત્રીઓ માટે અને ખાસ કરીને એકલી સ્ત્રીઓ માટે જરાય સુરક્ષિત વાતાવરણ નથી. આ પરિસ્થિતિમાં સ્ત્રી પોતાના પિતા, ભાઈ, પતિ કે પુત્રની સોબત વિના એકલી બહાર જાય, કલાકો સુધી અજાણ્યા પુરૂષોની સોબતમાં રહે, તેમની સાથે હરેફરે એ અત્યંત ખતરનાક બાબત છે. આજકાલ કોલેજના અભ્યાસના નામે અને નોકરીના બહાને સ્ત્રીને આ રીતે