________________
વિભાગ-૬
કોઈ કામ કરવાથી કદાચ આનંદ ન પણ મળે, પરંતુ એટલું યાદ રાખજો કે, કામ કર્યા વિના તો આનંદ મળતો જ નથી. ડિઝરાયલી
એવું નથી કે, કોઈ વસ્તુ મુશ્કેલ હોય છે માટે આપણે તે કરતાં નથી, પરંતુ આપણે તે કરતાં નથી માટે જ તે મુશ્કેલ લાગે છે. સિનેકા
જેણે કદી ભૂલ નથી કરી, તેણે કદી કશું નવું કરવાનો પ્રયત્ન નહીં કર્યો હોય...! –આલ્બર્ટ આઈન્સટાઈન
સાહસ આપણા જીવનની કરોડરજ્જુ છે, કરોડ વિના આપણે ટટ્ટાર નહિં રહી શકીએ, એવું જ સાહસનું છે. ઓરિસન સ્વેટ માર્ડન
સફળતામાં શંકા રાખનારને ક્યારેય સફળતા મળતી નથી –ચાણક્ય
મને કોઈએ ક્યારે ય હરાવ્યો નથી, કારણકે મેં કોઈને ક્યારે ય જીતવાનાં પ્રયત્નો કર્યા જ નથી, મારું ક્યારેય કોઈએ અપમાન કર્યું નથી, કારણકે મેં સન્માનની આશા રાખી નથી. કેળવશું આવી ખૂમારી ? –લાઓત્સે
વાંચો અને વિચારો...
આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે પારકા પર આધાર રાખવો જોઈએ નહિં, આવી પરાધીનતા જ આપણી માનસિક શાંતિની બાધક છે.
ક્રોધ અભિમાનથી પેદા થાય છે, માટે અભિમાનનો ત્યાગ કરો.
* ક્રોધ એ ગાંડપણ છે, માટે ક્રોધ ઉપર ક્રોધ કરો, વિજયી બનશો.
ક્રોધથી લોહી બળે છે, વાસનાથી વીર્ય બળે છે.
ક્રોધ આવે ત્યારે ૧૨ નવકાર ગણવા અથવા દહેરાસર કે ગુરૂમહારાજ પાસે
જવું.
ક્રોધ આવે ત્યારે કંઈ જ બોલો નહિં અને ઘરથી ભાગી જઈ આત્મહત્યા કરું આવા કોઈ નિર્ણય લેવા નહિં.
ક્રોધ આવે ત્યારે દર્પણમાં તમારો ભયંકર ચહેરો જોઈને રીલેક્સ થાવ. અહિંસા – સહઅસ્તિત્વ, પ્રકૃતિ-પર્યાવરણ, માનવતા અને કરૂણા આ તમામ એકબીજા સાથે સંકળાયેલા છે. આથી તો ભારતીય સંસ્કૃતિમાં પ્રેમ-કરૂણા અને જીવસૃષ્ટિ માત્રનાં કલ્યાણની મૈત્રીની ભાવનાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બધાએ ત્રિસંધ્યાએ વિશ્વમૈત્રી કલ્યાણની ભાવનાપૂર્વક ૧૨-૧૨-૧૨ નવકાર ગણવા જોઈએ.
૧૯૨