________________
વિભાગ-૬ કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. જો તમે લોકોનો ન્યાય તોળ્યા કરશો તો તેમને તમે ક્યારે ય ચાહી નહિં શકો. • આપણી નાની ભૂલો મોટી કરીને જોવી, બીજાની મોટી ભુલો નાની કરીને જોવી. ભૂલ કબૂલી લેવી એ ઝાડુ વાળવા બરાબર છે, જેનાથી ગંદકી સાફ થઈ જાય છે. પ્રત્યેક સારી પ્રવૃત્તિ પાંચ તબક્કામાંથી પસાર થાય છે. ઉપેક્ષા, ઉપહાસ, વગોવણી, દમન અને આદર. –ગાંધીજી
નાની બાબતોનો ખ્યાંલ રાખો, નાની તીરાડને લીધે મોટા બંધો તૂટી જાય છે. —મોહમ્મદ માંકડ
યાદ રહે, જે કામ તમે ‘આજે' નહિ કરી શકો તે પાંચ કે પચ્ચીસ વર્ષ બાદ ‘આવતી કાલે’ પણ નહિં કરી શકો. —કોરલ્સ
‘ખાવું અને સુવું’ એનું નામ જીવન નથી, પણ જીવન નામ છે, હંમેશા આગળ વધવાના ઉત્સાહનું . પ્રેમચંદ
જીંદગીની વીતી ગયેલી પળ એક કરોડ સોનામહોર આપવાથી પણ પાછી મળતી નથી. –ચાણક્ય
કામ નહી, પરંતુ પોતાને કામ કરવું પડશે એવો વિચાર, આળસુ માણસને થકવી નાંખે છે. –આલબર્ટલી
સફળતા આપણા હાથમાં નથી, પણ મહેનત આપણા હાથમાં છે. (કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન્ ગીતા)... લિંકન
તમે બીજા તરફ કાદવ ઉછાળશો તો તે કાદવ બીજાને ગંદા કરે કે ન કરે, હાથ તો ગંદા કરે જ. –નેગોરિઝ
તમારા
જે પોતાની જાત ઉપર શાસન કરવાનું જાણતાં નથી તેમને બીજાની આજ્ઞાનું પાલન કરવું પડે છે. –સેક્સપીયર
દર વર્ષે માત્ર એક બૂરી આદતને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવામાં આવે તો પણ અમૂક સમયમાં જ ખરાબમાં ખરાબ માણસ પણ એક સારો ભલો માણસ બની શકે છે. –બેન્જામીન ફ્રેંકલીન
આત્મવિશ્વાસ એ મોટામાં મોટી સફળતા છે.
ઈમર્સન
માણસને સહેલાઈથી મળતી પહેલી સફળતા ઘણીવાર તેની છેલ્લી સફળતા બની જાય છે. કેનિંગ
સફળતા મળ્યા પછી શું કરવું તેનું શિક્ષણ જો વ્યક્તિને ન મળ્યું હોય, તો સફળતાની પ્રાપ્તિ અચૂકપણે તેને ખાલીપણાનો, કંટાળાનો શિકાર બનાવી દે છે.
—બડિ રસેલ
૧૯૧