________________
-પંચાચારના પાલક
વિભાગ-૧
દર્શનાત્ દુરિધ્વંસી, વન્દનાદ્ વાચ્છિતપ્રદઃ। પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, જિનઃ સાક્ષાત્ સુરજ્જુમઃ ॥
ભગવાન કલ્પવૃક્ષ છે. એવું ભક્ત અનુભવે છે. પ્રભુનું નામ અને પ્રભુ સાથે સંબંધ છે. છોકરાનું, લાડુનું કે પત્નીનું નામ લેતાં જ તે તે ચીજ યાદ આવે છે ને? તેવી જ રીતે પ્રભુનું નામ યાદ કરતાં જ તેમના અનંત ચતુષ્ક દ્રવ્ય ગુણ પર્યાયનું સ્મરણ થાય છે ને પછી તેવા જ પર્યાયો આપણા છે – એમ સ્મરણ થાય છે.
અનામીને જગાડવા માટે પ્રભુનું નામ એ સર્વોત્કૃષ્ટ આલંબન છે.
પ્રભુનામ લેતાં જ પ્રભુ જીભમાં વસે છે. મૂર્તિનું દર્શન કરતાં પ્રભુ આંખની કીકીએ વસે છે. ધ્યાન કરતાં પ્રભુ હૃદયમાં પધારે છે. ભક્તામરમાં કહ્યું છેઃ ‘સંપૂર્ણ મંડલ શશાંક-' ભગવાનના ગુણો સંપૂર્ણ લોકમાં ફેલાઈ ગયા. આવા વિચાર સ્વરૂપ પરમાત્મા છે. આવા પ્રભુનાં આશ્રિત થયેલાને કોણ અટકાવે? ઓહ ! આપણે પણ વામન બનીને એમના આશ્રિત બની જઈએ તો આપણે પણ વિરાટ બની જઈએ. પ્રભુમાં વિરાટ બનવાની શક્તિ
છે.
‘જિમ ગગનતણાં નહિ માન’, ‘તિમ પ્રભુ-ગુણ ફલનું નહિ પરિમાણ’ મોક્ષ સુધી જ પહોંચવાની સીડી પ્રભુનું ગુણગાન જ છે. આથી જ ઉપાધ્યાય મ. કહે છે : સ્વામી તુમે કાંઈ કામણ કીધું. પ્રભુની આવી અનુભૂતિ થતાં જ એમનો વિરહ સાલે છે અને કવિનું હૈયું બોલી ઉઠે છે ઃ દરિસણ પ્રાણ જીવન મોહે દીજે, ખીણ ખીણ, આવી વ્યથા થાય ત્યારે પ્રભુ અવશ્ય દર્શન આપે જ આપણે એક ડગલું ચાલીયે ત્યારે પ્રભુ ૧૦ ડગલા ચાલતા આવે છે.
‘‘હે પ્રભુ ! મારા પર બીજું કોઈ દુઃખ આવ્યું હોય તો તમારા દર્શનથી દૂર કરત. પણ દર્શનનો જ વિરહ હોય તો એ દુઃખ કેમ દૂર કરૂં ?'' શું આ વાત ખરી છે કે પ્રભુ દર્શન નથી આપતા ?
બાપ ૧૦ લાખની મીલ્કત લઈ સામે ઉભો હોય અને છોકરો એનાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો હોય એના જેવી આપણી દશા છે.
પિતા - પ્રભુ, પુત્ર - ભક્ત
‘નમો' બોલતાં જ પ્રભુ આપણી પાસે આવે છે. ‘નમો’ બોલતાં જ અહંકાર શૂન્ય બની જાય છે.
પછી લાગે છે કે – એક શ્વાસ પણ પ્રભુના સ્મરણ વિનાનું જાય છે કે આંતરડી કકડી ઉઠે છે.
|| ઇ *| 9 | ~_
*| ro || v ૪૬
Crv
\9\
श्रीकारावर्त
ॐ कारावर्त
नंदावते
शखावत