________________
વિભાગ-૫
બીમારી, અસ્થમા, શ્વાસોશ્વાસને લગતી તકલીફ અને સેક્સ સંબંધિત રોગમાં ઉપકારક નીવડે છે.
ઝીન્ક
તે
સ્વાદમાં તીખું લાગતું ઝીન્ક અપૂર્વ શીતળતા ધરાવતી ધાતુ છે. આંખ માટે ખાસ્સી ફાયદાકારક સાબિત થાય છે. મધુપ્રમેહ, પાન્ડુ રોગ, શ્વસન તંત્રને લગતા વિકારો, અને કફ તથા પિત્તયુક્ત બીમારીઓમાં પણ ઝીન્કની ભસ્મ કે પાણીનો ઉપયોગ કરી શકાય.
સીસું
ત્વચા રોગ, યોનિમાં થતા સ્રાવ, સેક્સ સંબંધી અન્ય બીમારીઓ, શ્વેત પ્રદર, રક્ત પ્રદર અને સોજા ચઢી જાય ત્યારે સીસાની ભસ્મ અને પાણીની સારવાર
આદર્શ છે.
લોખંડ
લાલ કણ, રકત કોશિકાઓ, લીવર, બોન મેરો (અસ્થિ મજ્જા) ની મજબૂતી માટે લોઢું ઉત્તમ છે. માંસપેશીઓ તથા રક્ત કોશિકાઓના પુનઃ નિર્માણ માટે લોઢાના પાણીનો ઉપયોગ કર્યા સિવાય ચાલવાનું નથી. લોઢાની ભસ્મ એનિમિયા દૂર કરવા માટે ખ્યાતનામ છે.
પારો
પારો બધી ધાતુ કરતા વધુ શક્તિશાળી અને ભારી છે. વિવિધ પાચક રસ છોડતી ગ્રંથિઓની કાર્યક્ષમતા વધારવા માટે પારાનો ઉપયોગ કરી શકાય. પારાને
ગંધક સાથે ભેળવીને તેની રોગનાશક શક્તિ વધારવાનું શક્ય છે. નિષ્ણાત વૈદના માર્ગદર્શન પ્રમાણે, નહીં તો ન કરવો.
પ્રાચીન ભારતીય જીવન-પદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને આરોગ્યપ્રદ છે. ભારતીય સંસ્કૃતિમાં તે તે દેશની આબોહવા, ઋતુનાં ફેરફાર શરીર-સ્વભાવનાં બંધારણ પ્રમાણે ઘર, ભોજન, પહેરવેશ, રીતરીવાજો, ભાષા રહેણી-કરણી પાછળ ચોક્કસ રહસ્યો - અભિગમ છે. તેનું એક ઉદાહરણ શરીર પર દાગીના શા માટે ?’’
ઉપર જણાવેલ ધાતુઓના આભુષણ પહેરવાથી પણ શરીર નિરોગી રહે છે. પણ એ માટે યોગ્ય કદ અને વજનના ઘરેણા યોગ્ય અંગ પર પહેરવા જોઈએ. આ પ્રકારના આભુષણના ત્રણ ફાયદા છે.
આ
એક તો તેનાથી શારીરિક સૌંદર્યમાં વધારો થાય છે. બીજું, ધાતું દ્વારા નિર્માણ થતા વીજ ચુંબકીય ક્ષેત્રને કારણે અમુક રોગ શરીરથી દૂર જ રહે છે અને ત્રીજો ફાયદો એ કે આભુષણો ચોક્કસ અંગ પર દબાણ આપતા હોવાથી એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર બંનેનો ફાયદો મળે છે. આયુર્વેદના મત મુજબ સોનાના દાગીના કમરથી ઉપરના ભાગમાં જ પહેરવા જોઈએ. જ્યારે ચાંદીના ઘરેણા આખા શરીરમાં ગમે ત્યાં પહેરી શકાય. બંગડી
પહેરવાને કારણે રક્ત પરિભ્રમણની ક્રિયા વધુ ઝડપી બને છે, ચહેરા પર તાજગી
૧૬૫