________________
વિભાગ-૫
બનાવે છે. આ વાત તમને કોઈ ડેન્ટિસ્ટ નહીં કહે. ત્વચાને મુલાયમ અને તેજસ્વી બનાવે છે
ચામડીને સુંદર અને તંદુરસ્ત બનાવવા માટે તલના તેલ કરતાં વધુ ચડિયાતુ કોઈ સૌંદર્ય પ્રસાધન આખી દુનિયામાં નહીં મળે. માલિશ એ મોટામાં મોટું ટોનિક છે. માલિશથી તલના બધા જ ગુણો શરીરને મળી જાય છે. તલનો છોડ પાંદડા વાટે સૂર્યની ઉર્જા એબ્સોર્બ કરે છે. આ ઉર્જા માલિશ વાટે આપણા શરીરમાં પ્રવેશ કરે છે. ચામડીમાં વાયુનો ભરાવો થાય એટલે ત્વચા રૂક્ષ અને સૂકી બને છે. તલનું તેલ વાયુનો નાશ કરે છે, જેથી અને તેજસ્વી બને છે. શિયાળામાં વાયુના રોગો વધુ થતા હોવાથી બાળકોએ અને પુખ્ત ઉંમરના લોકોએ ખાસ તલના તેલથી માલિશ કરવું જોઈએ.
ત્વચા મુલાયમ
બુદ્ધિ વધારવા તલનું તેલ વાપરો આયુર્વેદના નિષ્ણાતો સોઈ ઝાટકીને કહે છે કે તલનું તેલ મેધા વધારે છે. આજે બજારમાં જે અન્ય ખાદ્યતેલો મળે છે તે બુદ્ધિને મંદ બનાવવાનું કાર્ય કરે છે પણ તલનું તેલ બુદ્ધિને તેજ બનાવે છે. કારણે જ તલના તેલની કિંમત અન્ય તેલો કરતાં વધુ હોય છે. તલનું તેલ વાપરવા માટે મહિને ૧૦૦ ૨૦૦ રૂપિયાનો વધુ ખર્ચ કરવો પડે તો તે કરીને પણ રસોઈમાં અને તળવામાં તલનું તેલ વાપરવાનો જ આગ્રહ રાખવો જોઈએ. સૌરાષ્ટ્ર પ્રદેશમાં
આ
-
શિયાળામાં કાળા તેલમાંથી જે કચરિયું બનાવવામાં આવે છે તે મગજનું બેસ્ટ ટોનિક છે અને શિકતના ખજાનાની ગરજ સારે છે. બાળકોને ચોકલેટ કે પિપરમીંટ ખવડાવવાને બદલે આ કચરિયું ખવડાવવું જોઈએ. બહેનો રસોઈમાં, દાળ-શાકના
વધારમાં પણ જો અન્ય તેલને બદલે તલનું તેલ વાપરશે તો આખા કુટુંબનું આરોગ્ય સુધરશે.
સ્ત્રીઓના રોગોમાં ઉપકારક આજે પ્રૌઢાવસ્થાએ પહોંચેલી અનેક સ્ત્રીઓ ગર્ભાશયના રોગોથી પીડાય છે. ડોક્ટરો વાત વાતમાં ગર્ભાશય કાઢી નાંખવાની સલાહ આપે છે. આયુર્વેદના નિષ્ણાતો કહે છે કે ગર્ભાશયના રોગનું કારણ વાતવિકાર છે અને તેનું શ્રેષ્ઠ ઔષધ તલ છે. આવી સ્ત્રીઓ ગર્ભાશય કઢાવી નાંખવાને બદલે છ મહિના સુધી સવારસાંજ એક એક મુઠ્ઠી કાળા તલ ચાવીને ખાશે તો તેમને ઓપરેશન કરાવવું નહીં પડે. તે સાથે તલના તેલને નગોળ-દશમૂળ જેવાં દ્રવ્યોમાં ઉકાળી તેનો દરરોજ એનિમા લેવામાં આવે તો ગર્ભાશય સાફ થશે અને પીડા દૂર થશે. જે સ્ત્રીઓ માસિક વખતે સખત પીડાનો અનુભવ કરતી હોય અને ગર્ભધારણ ન કરી શકતી હોય તેમને પણ આ પ્રયોગથી ફાયદો થશે. અલબત્ત, આવો કોઈ પણ પ્રયાગ આયુર્વેદના નિષ્ણાત વૈદરાજની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ. હાડકાં સાંધવા તલનું તેલ વાપરો તૂટી ગયેલાં હાડકાંને સાંધવાની
૧૨