________________
વિભાગ-૫
નથી અને તેની મોટી સંખ્યામાં કતલ થઈ જતી હોવાથી પશુહત્યાને પણ પ્રચંડ વેગ મળે છે.
આપણી સરકાર અને ખેડૂતો જ્યારે જર્સી જેવી વિદેશી ગાયોના મોહમાં પાગલ બન્યા હતા ત્યારે ઈ.સ. ૧૯૬૧ માં બ્રાઝિલનો સીડ નામનો પશુપાલક ગીરની ગાયો ખરીદવા માટે ભારત આવ્યો હતો. તે સમયે સૌરાષ્ટ્રમાં ગીરની શુદ્ધ ઓલાદની ગાયો ચિક્કાર સંખ્યામાં હતી અને એક ગાય માત્ર ૨૦૦ રૂપિયામાં મળતી હતી. તે કાળમાં સીડે સૌરાષ્ટ્રના ગોપાલકોને અને ભાવનગરના ભૂતપૂર્વ મહારાજાને એક ગાયના બેથી પાંચ હજાર રૂપિયા ચૂકવીને ઉત્તમ ગીરની ગાયો પોતાના દેશભેગી કરી હતી. બ્રાઝિલમાં જે ગીરની ગાયો લઈ જવામાં આવી છે તેમનું બીજી કોઈ ગાય સાથે ક્રોસ બિડિંગ નથી કરવામાં આવ્યું પણ તેમને શુદ્ધ જ રાખવામાં આવી છે. આ કારણે આ ગાયો આજે વર્ષે અઢી હજારથી આઠ હજાર લિટર જેટલું દૂધ આપે છે.
ભારતમાં વિદેશી ગાયોનો પ્રચાર કરીને આપણા મૂલ્યવાન પશુધનને ખતમ કરવા ઈચ્છતા પરદેશી નિષ્ણાતોએ ઈ.સ. ૧૯૫૦ ના દાયકામાં એવો વ્યાપક પ્રચાર કર્યો હતો કે ભારતની દેશી ગાયોની સરખામણીમાં જર્સી અને હોલિસ્ટિન જેવી વિદેશી ગાયો ખૂબ જ વધારે દૂધ આપે છે. આ પ્રચારને આજે પણ ગીરની ગાયો જૂઠો સાબિત કરી શકે એમ છે. ભાવનગરના
મહારાજા કૃષ્ણકુમારસિંહજી પાસે ગીરની જે ગાયો હતી તેનો વારસો આજે ભાવનગરના શ્રી પ્રદીપસિંહજી રાઓલ પાસે છે. તેમની દરેક ગાયો આજે વર્ષે ૪,૫૦૦ થી ૭,૦૦૦ લીટર દૂધ આપે છે. ભારતમાં વિદેશી ગાયોને જે શ્રેષ્ઠ ખાણ અને વીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવે છે તેવી ઉત્તમ માવજત એ ગીરની ગાયોને પણ કરવામાં આવે તો તેઓ વર્ષે ૮,૦૦૦ લીટર કરતાં પણ વધુ શ્રેષ્ઠ દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. બોટાદ નજીક આવેલા સારંગપુરના સ્વામિનારાયણ મંદિરમાં ઈન્દુમતી નામની ગીરની ગાય છે. આ ગાયે એક જ વેતરમાં એટલે કે ૧૪ મહિનામાં ૮,૫૦૦ લીટર દૂધ આપવાનો વિક્રમ કર્યો હતો. એક લીટર દૂધની કિંમત ૨૦ રૂપિયા ગણીએ તો આ ગાયે તેના માલિકને ૧.૭૦ લાખ રૂપિયાની આવક માત્ર ૧૪ મહિનામાં કરાવી આપી હતી, ગોબર ગોમુત્ર વગેરે ઉપરથી વધારામાં.
જસદણ શહેરનાં ભૂતપૂર્વ રાજવી શ્રી સત્યજીતકુમાર ખાચર પાસે ગીરની શુદ્ધ ઓલાદની ૫૦ ગાયો છે. આ બધી ગાયો સામાન્ય માવજતથી વર્ષે ૩,૦૦૦ થી ૭,૦૦૦ લીટર દૂધ આપે છે. જસદણની હીરાળ નામની ગાયે ઈ.સ. ૨૦૦૨-૦૩ના વર્ષ દરમિયાન કુલ ૮,૨૧૨ લીટર દૂધ આપ્યું હતું. ઈ.સ. ૨૦૦૪માં આ રાજ્યની દૂધ હરિફાઈમાં આ ગાયે એક જ દિવસમાં ૩૨.૪ લીટર દૂધ આપી વિક્રમ નોંધાવ્યો હતો. સત્યજીત ખાચરની ગોશાળામાં
૧૫૬