________________
વિભાગ-૫
સિવેટ: બિલાડી જેવા સિવેટ પ્રાણીમાંથી સુગંધી સેન્ટ માટે. સ્ટીયરેટ : પશુઓની ચરબીમાંથી ક્રીમ લિસ્ટીક માટે. સ્કાટ ઈમલશનઃ બળદ, ભેંસના પાડાના માંસમાંથી બને છે. વીરોલ ઃ ગાયના મગજના રસમાંથી બને છે. એક્સટ્રેટ : સુકાવેલ માંસના મિશ્રણમાંથી બને છે. એક્સટ્રેટ ચીકન ઃ ઉંદરના માંસમાંથી બને છે. પેપસેટ પાવડર ઃ કૂતરા – સુવરના વૃષણમાંથી બને છે.
એડ્રેનેલિનઃ (દમની દવા) કતલ કરેલા પશુના લીવર અને ગ્રંથિમાંથી બને છે. ડેક્સોરેન્જ ઃ (ટોનીક) કતલ કરેલ પ્રાણીઓની થાઈરાઈડ ગલગ્રંથિમાંથી બને છે. ડેક્સોરેન્જ (ટોનીક) ગાયના સુકાવેલ લીવરમાંથી, આવી પ્રાણીજ પશુઓની હિંસાથી બનેલ દવાઓ, ખાદ્યપદાર્થોનો જીવનભર ત્યાગ કરી સુખી બનો. સ્વાસ્થ્યની રક્ષા કરો.
સાબુદાણાનો ઈતિહાસ
આંખે દેખ્યા હેવાલ મુજબ સાબુદાણાના કંદને સેલમ બાજુ કલંગ કહે છે. Torpeo અંગ્રેજી નામ છે. ૫ કિલો જેવું વજન હોય છે. છાલ કાઢ્યા પછી ખુલ્લામાં ૪ - ૬ માસ પડી રહેતાં જેમાં ઘણી લીલ - ફૂગ થયા કરે છે. પાર વિનાના કીડા ઈયળો ઉપજે છે. અનંતા જીવોની ઘોર હિંસા થયા બાદ પગથી ખૂંદેલા રસમાંથી સાબુદાણા બને છે. તદુપરાંત પીપરમેન્ટનું ગળપણ, બિસ્કિટ માટેનું ગળપણ, સેલાઈન ઈંજેક્શન તથા સેલાઈનના બાટલા, ડીટરજંટ પાવડર, ડેટ વગેરે સાબુ કપડા માટેનો સ્ટાર્ચ પાવડર બને છે. જેના વેસ્ટેજ ગંદા રસમાં પાર વિનાના કીડાઓ ખદબદતાં હોય છે. જે પ્રોસેસ કરતાં ઘોર હિંસા હોઈ રસ વાણિજ્ય નામનો કર્માદાનનો ધંધો કરવા જેવો નથી. કર્માદાનના ઘોર પાપકર્મ બંધાવી નરક - નિગોદમાં અનંતી વેદના અસંખ્ય કાળ આપે છે. પાપનો ત્યાગ કરવા માટે માનવભવ છે. નહીં કે ઘોર પાપ વધારવા માટે.
સાવધાન......
પીઝામાં ૭ કે વધુ દિવસની વાસી મેંદાની કાચી રોટલી તથા સમોસા માટે મેંદાની વાસી પટ્ટીઓમાં અસંખ્ય ત્રસજંતુઓનો નાશ હોઈ અભક્ષ્ય છે. માટે જમણવારમાં બહારનો મેંદો તથા આવી વાસી પટ્ટીઓનો ઉપયોગ કરવો નહિં
૧૧૯