________________
વિભાગ-૫
ત્યાગ કરો
એસ્ટ્રોજન ઃ ઘોડીઓને સતત બાંધેલી, ગર્ભિણી રાખી તેના મુત્રમાંથી તથા કતલ કરેલા જનાવરની ગ્રંથિમાંથી મળે છે.
ઉપયોગ : દવા અને સૌંદર્ય માટે.
ઓલિચેટસ : જનાવરમાંથી મેળવી ક્રીમ, સૌંદર્ય માટે
ઈસીંગ્લાસ ઃ માછલીમાંથી મેળવી જેલી, સરેસ અને સૌદર્ય અને આલ્કોહોલિક પીણા અને તેલને પાતળું કરવા માટે.
કસ્ટર્ડ પાવડર ઃ ઈંડાના મિશ્રણથી બનેલ, પુડિંગ, આઈસ્ક્રીમ, બાસુંદી ફ્રુટસલાડ વિ. માટે.
કેસ્ટોરિયમઃ :નર બીવર પ્રાણીમાંથી સૌંદર્ય અને હોર્મોન માટે.
કોયિનિયલ ઃ લાલ રંગની જીવાતની સુકવણીમાંથી ખાદ્યપદાર્થ તથા સૌંદર્યમાં લાલ રંગ માટે.
-
ગ્લિસરીનઃ પ્રાણીજ ગ્લિસરીન દવા – ટુથપેસ્ટ – ક્રીમ – કાજળ – શેમ્પુ- મલમ - રબર વિગેરે માટે.
બીફ-ટેલો-ચરબી : ગાય, બળદ વિ. ની ચરબી હલકી મિઠાઈઓમાં, સસ્તી ખારી બિસ્કિટ, તળેલી વસ્તુમાં, ઘીમાં મિશ્રણ તથા સાબુ માટે બજારું તળેલી ચીજોમાં, ચોકલેટ પી૫૨માં પુષ્કળ વપરાય છે.
પ્લેસેન્ટીઃ ઢોરના બચ્ચામાંથી મેળવી હોર્મોન - સૌંદર્ય માટે.
રેનેટ ઃ ત્રણ દિવસના જન્મેલા વાછરડાનો રસ ચીઝ માટેનું મેળવણ. પેપ્સીનઃ ડૂક્કરના પેટનો રસ, ચીઝ માટેનું મેળવણ.
મીણઃ મધમાખીના મધપૂડામાંથી બનાવી બાટીક કલા, લિસ્ટીક વિગેરેમાં વપરાય છે.
લાડઃ ડુક્કરની ચરબી ક્રીમ - સૌંદર્યપ્રસાધન માટે. લેસીથીન ઈંડામાંથી મેળવી પરદેશી ચોકલેટ, સૌંદર્ય માટે.
:
વિટામીન ‘એ' ‘ડી' વાળી દવાઓ ફરોડોલ, શાર્કોફરીલ, કોડલીવર ઓઈલ, શાર્ક ઓઈલ, પ્રીલર્સ કોડ, પીલર્સ શાર્ક અને હેલીવર વિગેરે અનેક દવાઓ માછલીના લીવર તથા પ્રાણીઓમાંથી તૈયાર થાય છે. જેનાથી રીએકશન આવે છે. સ્વભાવ તામસી-ક્રોધી-હિંસક બને છે.
૧૧૮