________________
વિભાગ-૫
જૈન તેને જ કહેવાય જે રોજ જિન પૂજા કરે, કંદમૂળ ત્યાગ હોય, અને રાત્રિભોજન ત્યાગ હોય.
જલેબીમાં આથો લાવવા માટે વપરાતુ કેમિકલ (હાઈડ્રો) અભક્ષ્ય છે.
મેંદો, સોજી, રવો, ફાઈન બેસન, કેપ્ટન કુકનો લોટ અભક્ષ્ય છે.
દ્વિદળ : મેથી, કઠોળ અથવા જેમાં કઠોળનો અંશ હોય તેવા પદાર્થો સાથે કાચા દહીં, દુધ, છાસ ખવાય તો દ્વિદળ થાય.
કંદમૂળ, સર્વે કાંદા, બટાટા એ તામસી આહાર છે, તેમાં ઝેર છે.
અભક્ષ્ય પદાર્થો સાથે જૈન શબ્દ જોડી, જૈનો સાથે છેતરપીંડી કરાય છે, ધ્યાન રાખવું જૈન પાઉં, પીઝા, આઈસક્રીમ, આમલેટમાં કાંદા નથી હોતા પણ ઈંડા વગેરે પ્રાણીજ પદાર્થો હોય જ છે.
વાસી પદાર્થો, જેમાં પાણીનાં અંશો હોય તેવા રાતે રાખેલા પદાર્થોમાં સંખ્યાતીત જીવોની ઉત્પત્તિ થયા છે, દા. ત. બ્રેડ, રોટલી, પિઝા, ભાખરી, બંગાળી મિઠાઈ, બજારની મિઠાઈ, બુંદીના લાડુ, દુધવાળી પૂરી વગેરે.
દહીં બે રાત ઓળંગવું ન જોઈએ, બે રાત પૂરી થાય એની પહેલા છાસ બનાવી દીધી હોય તો છાસ પણ બે રાત આળંગવી ન જોઈએ, એ છાસના વડા થેપલા બીજા દિવસે ચાલે પછી શેકી નાખવા જોઈએ.
રાતે ભોજનની વસ્તુ બનાવવાથી અંદર જીવો પડે છે. સૂર્યના પ્રકાશમાં જ બનાવાય. લીલોતરી આઠમ ચૌદસ ૧૦ તિથિ ન ખવાય પણ બ્રેડ (માખણ) બિસ્કીટ્સ, કેક, ટોસ્ટ, ટીનપેક્ડ ઈસ્ટંટ ફાસ્ટ ફૂડ, બજારૂ આઈસક્રીમ ક્યારેય ન ખવાય.
ચીઝ Cheese : તાજા જન્મેલા વાછરડાંના આંતરડાંમાંથી કાઢેલ Rennet માંથી બનાવવામાં આવે છે.
બધી ટૂથપેસ્ટો અભક્ષ્ય છે, તેની જગ્યાએ દાતણનો ઉપયોગ કરવો જોઈએ. ગ્રીન સલાડથી કેન્સર થાય છે, પરિણામ કઠોર થાય છે.
બજારના અથાણા અભક્ષ્ય છે.
કેરી અને રાયણ આર્દ્રનક્ષત્ર બેસી ગયા પછી અભક્ષ્ય છે અને તે વિશાખા નક્ષત્ર સુધી પ્રાયઃ કા. સુદ ૧૪ સુધી અભક્ષ્ય છે.
* પેપ્સી, બિસલેરી પાણી, કોકાકોલા વિગેરે ઠંડાપીણા, પેપ્સીન વિગેરે પદાર્થોનો જીંદગીભર ત્યાગ કરવો જોઈએ.
||૧૧૪