________________
વિભાગ-૪
♦ સામાયિકનું ફળ છે
૧) ‘“છિન્નઈ અસુહં કર્માં” અશુભ કર્મનો નાશ સામાયિક કરવાથી થાય છે. જેટલીવાર કરો તેટલીવાર કર્મક્ષય થાય છે.
૨) નરકગતિના બંધનો તોડવાની તાકાત સામાયિકમાં છે. ૩) સામાયિકથી ચાર પ્રકારના ધર્મનું પાલન થાય છે.
स्थापना
૧. ચૌદ રાજલોકના છ કાયના જીવોનો અભયદાન સામાયિક કરવાથી મળે છે, માટે દાનધર્મ.
સ્થાપનાચાર્યજી
૨. સામાયિકમાં શિયળવ્રત પાળવાનું હોય છે માટે શીયળવ્રત. ૩. સામાયિકમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ માટે તપધર્મ તેમજ કાયક્લેશ
તપ.
૪. સામાયિકની ક્રિયા ભાવથી જ કરવાની છે માટે ભાવધર્મ.
* સો વરસ સુધી નરકમાં રહેલો જીવ જાલીમ દુઃખી વેદનાઓ ભોગવતા ભોગવતા જે કર્મો ખપાવે છે તેટલા પાપકર્મોનો ક્ષય એક સામાયિકથી થાય છે.
એક સામાયિક કરવાથી બાણુ ક્રોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર નવસો પચ્ચીસ ઉપર ત્રણ અષ્ટમાંશ પલ્યોપમ વૈમાનિક દેવલોકનું બાયુષ્ય બાંધે છે. અર્થાત દેવતાના સુખો મળે છે. (૯૨,૫૯,૨૫,૯૨૫ ૩૮ પલ્યોપમ)
૪૦૦ લાખ કી. ગ્રા. સોનાનું દાન, ૧ લાખ વર્ષ સુધી આપવાથી જેટલું પુન્ય મળે એનાં કરતાં વધારે પુન્ય ૧ સામાયિક કરવાથી મળે છે.
સુવર્ણના પગથીયાવાળું જિનમંદિર જો કોઈ વ્યક્તિ કરાવે ના કરતા વધારે પુણ્ય સામાયિક કરવાથી બંધાય છે.
રોજ બે અથવા અમુક સામાયિક કરવાની ટેકવાળાને સામાયિકમાં સ્વાધ્યાય, જાપ, ધ્યાન, અધ્યયન, વાંચન, વીરવાણીનું શ્રવણ વગેરેનો સુંદર લાભ મળે છે, રોજ થોડું થોડું કરતાં ઘણુ ધર્મધન ભેગુ થાય છે.
શ્રી શ્રાદ્ધ વિધિ પ્રકરણમાં ગ્રંથકાર મહર્ષિ ફરમાવે છે કે ઘરને બદલે ઉપાશ્રયમાં સામાયિક કરવાથી એક આયંબિલ તપનો લાભ મળે છે. સ માયિકનો સંપૂર્ણ લાભ લેવાની ઈચ્છાવાળાએ સામાયિક ઉપાશ્રયમાં જ કરવાનો આગ્રહ રાખવો. કર્મક્ષયના ધ્યેયની ધારણા મનમાં અવશ્ય રાખીને જ સામા યેક કરવું.
૯૮