SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ જૂનાં છે, આ ભૂલવું ન જોઈએ ! અને સૌથી અગત્યની વાત તો એ છે કે, વિમલવસહી એક ગુર્જર-વણિકે ભગવદ્ભક્તિથી પ્રેરાઈને બંધાવ્યું છે. તાજના પથ્થરોમાં રાજ-સત્તાની વેઠના નિસાસા છે, દેલવાડામાં મંત્રીશ્વર વિમલશાહ અને મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલ જેવા ગુર્જર જૈન-વણિકોની ઉદારતાથી ઉદ્ભવેલા શિલ્પીઓના આશીર્વાદ છે અને તેથી જ વેઠના ત્રાસથી મુક્ત એ શિલ્પીઓએ પૂર્ણ સંતોષ મળ્યાથી પોતે જ એક મંદિર દેલવાડામાં બાંધી, એ અપૂર્વ દેવનગરીમાં એકનો ઉમેરો કર્યો છે. તાજમાં તો કારીગરોને રોજના પૈસા પણ પૂરતા મળ્યા નથી. એકનો બંધાવનાર મહાસમ્રાટ, બીજાનો બંધાવનાર એક ગુજરાતી વણિક વિમલશાહ ! જે સંસ્કૃતિએ આવા નર નિપજાવ્યા છે, તેની મહત્તા આજ સુધી કાયમ છે. દંડનાયક વિમલ જો દંડનાયક હતા, તો પછી એમની અમર સર્જના વિમલવસહી વિમલવસહી જ રહી હોય, એમાં આશ્ચર્ય શું છે ! અને યુગ યુગ સુધીના અનાગતના ઓવારે પણ વિમલવસહી વિમલવસહી જ રહેશે, એમ અંતરમાંથી અહોભાવભર્યો અવાજ સંગીતના સાજ સાથે રેલાતો હોય, તો એમાંય આશ્ચર્ય શું છે ! ૨૮૦ આબુ તીર્થોદ્વારક
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy