SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાત્રવટ સંપૂર્ણ બહાદૂરીથી લડતા હતા, તે પિતાના સેનાપતિના મૃત્યુના સમાચાર સાંભળી તથા ઉપસેનાપતિ ચંદ્રસિંહના પલાયનની વાત સાંભળી નિરાશ થઈ ગયા અને તેથી તેમને યુદ્ધને જુસ્સો નરમ પડી ગયો. યુદ્ધનો જેસ્સ નરમ પડતાં તેમની હરોલમાં ભંગાણ પડવા લાગ્યું અને ઘણું ખરો તો પિતાને જીવ બચાવવાને માટે નાસી પણ ગયા. રાજપૂતો અને ભીલએ ઓ તકનો લાભ લઈ નાસી જતા મોગલ સૈનિકે ઉપર તૂટી પડયા અને ઘણુંને મૃત્યુને શરણે કરી દીધા. ક્ષણવારમાં યુદ્ધભૂમિ ઉપર એક પણ મેંગલ સૈનિક જેવામાં નહિ આવતાં પિતાના સૈનિકોને પાછા ફરવાની આજ્ઞા આપી પ્રતાપસિંહ પિતાને જીવના જોખમમાંથી બચાવનાર ભામાશાહ આગળ આવી પહોંચ્યો. તેણે આવતાં વેંત જ કહ્યું. “મંત્રીશ્વર ! તમે વખતસર આવીને મને ચંદ્રસિંહની તલવારને ભોગ થતો બચાવી લીધો છે, તે માટે હું તમારે ઉપકાર માનું તો તે અઘટિત ગણાશે નહિ. આજથી કેટલાક વર્ષો પૂર્વે આશાશાહે મારા મહુંમ પિતા મહારાણુ ઉદયસિંહને બાલ્યાવસ્થામાં આશ્રય આપી તેમનું મૃત્યુના ભયમાંથી રક્ષણ કર્યું હતું, એ વાત સર્વત્ર જાણિતી છે. અને આજે તમે મારું રક્ષણ કરીને મેવાડના ભાગ્યવિધાયકનું પદ પ્રાપ્ત કર્યું છે, એ વાત સર્વત્ર જાણિતી થવા સાથે મેવાડના ઈતિહાસમાં મહત્વને પામશે. ભગવાન એકલિંગજીની કૃપાથી જે આપણે મેવાડને પુનરુદ્ધાર કરી શકીશું, તે તેને બધે યશ, તમારા આજના સમયેચિત વર્તનથી તમને જ મળવો જોઈએ, એવી મારી ઈચ્છા છે.” મહારાણું !” ભામાશાહે નમ્રતાથી કહ્યું. “મેવાડના પુનરુદ્ધારને યશ મને જ મળવો જોઈએ એવી આપની ઈચ્છા જાણી હું આપને અહેશાનમંદ થયો છું; પરંતુ મેં મારી ફરજ કરતાં કાંઈ વિશેષ મહત્ત્વનું કાર્ય કર્યું નથી. સ્વામીની સેવા અને તેને ખરા વખતે સહાય કરવી, એ સેવકનું કર્તવ્ય જ છે. અને તેથી આપને મેં જે યતકિંચિત્ સહાય કરી છે, તે માટે મારી પ્રશંસા કરવાની શી અગત્ય છે ?” “સેવકના ખરા કર્તવ્યની કદર કરવી, એ સ્વામીની ફરજને હું સારી રીતે જાણું છું અને તેથી જ મેં તમારી યોગ્ય પ્રશંસા કરેલી છે; પરંતુ હાલ તે વિષે વધુ વાતચીત કરવાને આપણને સમય નથી. આ વખતે જે કે આપણી જીત થઈ છે; તે પણ એથી આપણું કાર્ય સરલ થાય તેમ નથી.
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy