SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડને પુનરુદ્ધાર ત્યારે શાહબાજખાં શું હાથપગ જોડીને બેસી રહ્યો હતો ?” અકબરે જરા ભારપૂર્વક પૂછયું. હાથ-પગ જોડીને બેસી તો શું રહે; પરંતુ કેમલમેરના કિલાને જીતવામાં મારા જ સેનાનીઓએ પિતાના પ્રાણ આપ્યા છે. રાજપૂતોને રાજપૂત જ જીતી શકે, બીજાઓ નહિ.” મહેમ્બતે ગર્વથી ઉત્તર આપ્યો. “અમે સારા હિન્દુસ્થાનની બાદશાહી ભોગવીએ છીએ, એ શું રાજપૂતોના જ પ્રતાપથી કે ? મહોબ્બતખાં! તમે આ શું કહો છો ?” અકબરે સ્વરને જરા બદલાવીને પુનઃ પૂછયું. “અવિનય માફ કરજે, જનાબ; પરંતુ મહારાજ માનસિંહ જેવા જંગબહાદુર સપાહસોલાર આપના પક્ષમાં જે ન હેત, તો હું આપને બતાવી આપત કે મેવાડને શી રીતે વશ કરી શકાય છે.” મહેબતે પુનઃ ગર્વથી ઉત્તર આપ્યો. “મહારાજ માનસિંહને માટે અમને સંપૂર્ણ માન છે અને ખુદ નામવર શહેનશાહ પણ તેમની બહાદૂરીને અછી રીતે જાણે છે. રાજપૂતો જેવી શમશેર બહાદૂર બીજી કોઈ જાતિ નથી, એમ મારે નિર્વિવાદપણે કહેવું પડે છે.” અબુલફ જે મહેબતખાને શાંત રાખવાના ઈરાદાથી કહ્યું. અકબર પિતાના મિત્ર ફરજની કુનેહને પારખી ગયો અને તેથી તે ચૂપ રહ્યો. મહોબતખાં પોતાની જાતિના ઉચ્ચ અભિપ્રાય માટે ખુશી થયે અને બેલ્યો. “નામવર શાહ. સેવકને કંઈ ફરમાન છે ?” “નહિ. મહેમ્બતખાં !” બાદશાહે કહ્યું. “હાલમાં તમે લાંબી મુસાફરીથી આવો છે; માટે આરામ . હું તમને જરૂર પડશે ત્યારે યાદ કરીશ; પરંતુ મેવાડમાં બબિસ્ત તે સંપૂર્ણ રાખે છે ને ?” “મહેબતખાંએ આસન ઉપરથી ઊભા થતાં કહ્યું. “જી હા, જનાબ ! તે માટે આપ નચિંત રહે. સેપાહાલાર શાહબાજખાં બંબસ્ત જાળવવા ત્યાં મેવાડમાં જ આપને દૂકમની રાહ જોતા સૈન્ય સહિત રહેલા છે.” “બહુત ખુબ મહેબૂતખાં ” બાદશાહે હસીને કહ્યું. “તમને હવે તમારા મુકામે જવાની રજા છે.” મહેબતખાં રજા મળતાં બાદશાહને નમીને ચાલ્યા ગયા. ત્યારબાદ અકબરે સિંહાસન ઉપરથી ઊઠીને ઊભા થતાં તથા ઓરડાની બહાર નીકળતાં
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy