SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડને પુનરુદ્ધાર મુખને સંકોચતાં, ઘડીમાં સિમત હાસ્યથી પ્રફુલિત કરતાં અને ઘડીમાં નેત્રકટાક્ષ કરતાં એક કાગળ પિતાના વસ્ત્રમાંથી કાઢી વિજય પાસે જઈને તેની આગળ ધર્યો. સાંદર્યના સાગર સમાન નવજુવાન તરુણ સુંદરીને સહાસ્ય મુખે પિતાની સન્મુખ ઊભેલી અને વિવિધ પ્રકારના હાવભાવ કરતી જોઈને વિજય ક્ષણવાર ભાન ભૂલી ગયે તેણે યંત્રવત્ ૨જીયાના હાથમાંથી કાગળ લેવાને પિતાને હાથ લાંબો કર્યો અને રજીયાએ પ્રેમપૂર્વક કાગળ તેના હાથમાં આપતાં તેને હાથ જરા દબાવ્યું. વીજળીની અસર થતાં જેમ મનુષ્ય ચમકી જાય છે, તેમ વિજય ૨જીયાના કમળ કરને મૃદુ સ્પર્શ થતાં ચમકે તેના આગળની જમીન ચક્કર ચક્કર ફરવા લાગી અને તેની આંખે અંધારા આવ્યા. બરાબર આજ ક્ષણે એારડાનાં બંધ કરેલાં બારણું ઉઘડી ગયાં અને એક મજબૂત બાંધાના હિન્દુ જેવા જણાતા પુરુષે ઓરડામાં ધીમેથી પ્રવેશ કર્યો. એક અજાણ્યા હિન્દુ જેવા ગણાતા પુરુષને બેધડકતાથી એરડામાં પ્રવેશ કરતો જોઈને વિજય આશ્ચર્ય પામી ગયે; પરંતુ ચાલાક ૨જીયા એ અજાણ્યા પુરુષની મુખચર્યા જોઈને તેને તુરત જ એળગી ગઈ અને તેથી પિતાના મોઢા ઉપર બુરખો નાખીને ઓરડાના બીજા દ્વારથી એકદમ પલાયન થઈ ગઈ. આ આકસ્મિક ઘટનાથી વિજ્ય ગભરાઈ ગયે, તે એટલે સુધી કે રજીયાએ આપેલો કાગળ પિતાના હાથમાંથી પડી ગયું અને તે આવેલા પુરુષે લઈ લીધે. જ્યારે તમે કેદખાનામાંથી નાસી ગયેલા છે, એવું બાદશાહના જાણવામાં આવશે ત્યારે તે તમને ગમે તે ઉપાયે પકડશે અને સખ્ત સજા કરશે, એને વિચાર તમે કર્યો છે કે નહિ ?” તે પુરુષે એક સવાલ રજૂ કરીને વિજયને ગભરાવવાનો પ્રયાસ કર્યો. વિજય પ્રથમ ગભરાયો ખરે, પણ તુરત જ સાવધ થઈને બે, “એ વિચાર કરવાની અત્યારે અગત્ય નથી. બાદશાહ મને પકડે તે તે કદાચ સખ્ત સજા પણ કરે; પરંતુ હું તેમને ખરી હકીકત કહીને તેમની પાસે દયા માગીશ અને મને ખાતરી છે કે તે મારા ઉપર જરૂર દયા કરશે.” બાદશાહના ન્યાય અને ઉદારતા માટે શું તમને એટલે બધે વિશ્વાસ છે ?” તેણે પુનઃ પૂછયું.
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy