SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પર મેવાડના પુનરુદ્ધાર પિતાના પરિવાર સાથે કિલ્લાને ત્યાગ કરીને ગુપચુપ ચાલ્યા ગયાની ખબર મળતાં તેઓ સકળ સૈન્ય સાથે કિલો ઉપર એકદમ ધસી આવ્યા. કિલ્લાના રક્ષણ માટે નીમવામાં આવેલા સરદારે પિતાના સૈનિકો સાથે કિલ્લાને મજબૂતાઈથી બચાવ કર્યો, પરંતુ અસંખ્ય અને અગણિત શત્રુસૈન્ય આગળ એ બચાવ શું હિસાબમાં હવે ? ક્ષણવારમાં જ કેમલમેરના કિલ્લાને શત્રુઓએ તોડી પાડશે. તેઓ કિલ્લાની અંદર એકદમ ધસી ગયા અને મનુષ્યની ઘાસની જેમ કાપણી કરવા લાગ્યા. કિલ્લાનું રક્ષણ કરનાર સરદાર અને તેના સર્વ સૈનિકે મૃત્યુ પામ્યા અને તેથી સંવત ૧૬૩૫ના વૈશાખ વદિ ૧૨ના રોજ કમલમેરને કિલો મોગલોને હસ્તગત થયે. પ્રતાપસિંહ વગેરેને પકડવા માટે શાહબાજખાં તથા મહેબતખાં કિલ્લાના પ્રત્યેક સ્થળે ફરી વળ્યા; પરંતુ તેમને પત્તે નહિ લાગવાથી શાહબાજ ખાં મહેમ્બતખાને કિલ્લામાં રહેવાનું કહીને છાવણીમાં વિશ્રામ લેવાને ચાલ્યો ગયો. મહોબતખાં કિલ્લામાં એક રહ્યો એટલે તેને પ્રતાપસિંહના રહેવાના મકાનમાં જવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક સૈનિકેને લઈ તે તરફ ગયો, મહાબતખાએ જઈને પ્રતાપસિંહને રહેવાના મકાનને જોયું તો તે એક સામાન્ય મનુષ્યને રહેવા લાયકનું હતું અને તેમાં ભોગ કે વિલાસની એક પણ વસ્તુ નહતી. મહેબતખાં ત્યાંથી પાછો ફરતો હતે એટલામાં તેણે કોઈ સ્ત્રીનો ચિત્કાર સાંભળે અને તેથી તેણે પિતના સૈનિકોને આસપાસ તપાસ કરવાની સુચના આપી અને પોતે મકાનની બહાર ઊભો રહ્યો. થોડા સમયમાં જ સૈનિકે એક પંદરેક વર્ષની રાજપૂત બાળાને મહેમ્બતખાં પાસે લઈ આવ્યાં. આ બાળા અપૂર્વ રૂપવતી હતી. તેના માથાના વાળ વિખરાઈ ગયેલા હોવાથી પવનથી આમતેમ ઉડતા હતા અને તેનું મુખ તથા તેની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગયેલી હતી. મહેમ્બતખાંએ રાજપૂત બાળા પ્રત્યે અનિમેષ નયનેએ જોતાં પૂછ્યું. “તમે કોણ છે અને મકાનમાં શા માટે એકલા પડી રહેલાં છો ?” એ પ્રશ્ન પૂછવાનું તમને શું પ્રયોજન છે ?” તે બાળાએ સવાલ કર્યો. “પ્રયજન વિના કેઈ પ્રશ્ન પૂછતું હશે ?” મહેમ્બતખાએ કહ્યું. “પ્રોજન હોય તો ભલે અને ન હોય તે ભલે; પરંતુ એ પ્રશ્ન પૂછવાને તમને અધિકાર છે ?” બાળાએ ગર્વથી પૂછયું. “આ કિલ્લો ભારતસમ્રાટ શહેનશાહ અકબરને શરણે થયો છે, એ શું તમે નથી જાણતા ?” મહોબતખાંએ પૂછયું.
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy