SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦મું મેવાડની માનિની "Truly if Hindustan is ever saved, it will be by the virtues of its women; for more nobly-endowed female humanity is not to be found in the most highly civilized of the earth than amongst the zananas of India." - W. Knighten કમલમેરના કિલ્લા ઉપરથી મેગલ સૈન્યનું નિરીક્ષણ કરતાં કરતાં પ્રતાપસિંહે કહ્યું. “કેમ સલ્બરરાજ ! શી ખબર છે ?” સલ્બરરાજ ગોવિંદ સિંહે ઉત્તર આપ્યું. “મહારાણું ! મેગલ સેનાપતિ શાહબાજખાં સાથે સગરસિંહને કુલાંગાર પુત્ર મહેબતખાં પણ આવ્યાની ખબર મળી છે તથા આબુને અધિપતિ દેવરાજ શત્રુ પક્ષમાં ભળી ગયું છે. મને લાગે છે કે આ વખતે પણ આપણે પરાજય જ થશે.” મેવાડને પરાજય, મેવાડનું પતન અને મેવાડને નાશ, એ જ શબ્દ જન્મભરથી હું સાંભળી રહ્યો છું. કોઈ કહેતું નથી કે મેવાડને વિજય થશે !” પ્રતાપસિંહે દિલગીરી ભરેલા સ્વરે કહ્યું. “જે ભાવિમાં પરાજય જ નિર્માણ થયેલો છે, તે પછી કિટલામાં ભરાઈ રહીને બચાવ કરવાથી શું ફળ મળે તેમ છે ? મને લાગે છે, ગોવિંદસિંહ ! કે કિલ્લાના દરવાજા ખુલ્લા કરીને સકળ સૈન્ય સાથે શત્રુઓ ઉપર એક સાથે તૂટી પડવું, એ જ એક માર્ગ આપણા માટે અવશેષ રહેલો છે.” “મહારાણું !” ભામાશાહે જરા આગળ આવીને કહ્યું. “આપ આવા ઉદ્દગારો શા માટે કાઢે છે, એ અમે સર્વ સમજીએ છીએ. મેવાડની આ પડતી દશા જોઈને આપને હત્યમાં જેવો આઘાત થાય છે તેવો આઘાત અમને પણ થાય છે; પરંતુ એ આઘાતનું સ્મરણ કરી કાર્યમાં ઉતાવળ કરવાની કશી પણ અગત્ય નથી. આપણે ઉદ્દેશ શુભ છે એટલે તેનું ફળ પણ શુભ જ મળશે. માટે સંકટ સમયમાં ધીરજ ઉપરાંત ઉપસ્થિત થતાં વિઘોને ક્રમાનુસાર દૂર કરવામાં જ ડહાપણું સમાયેલું છે; નહિ કે ઉતાવળા થઈ નિરર્થક પ્રાણુનું બલિદાન દેવામાં.”
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy