SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યકોવિદ પૃથિવીરાજ બાદશાહ અકબરના રાય અમલમાં તેની ઈરછાનુસાર નૌરોજના દિવસે મહિલામેળે ભરવામાં આવતો હતો. આ સંબંધમાં લખતાં અબુલફઝલ આઈન-ઈ-અકબરીમાં કહે છે કે, દરેક મહિનાના ઉત્સવના દિવસથી નવમા દિવસને બાદશાહ અકબરે ખુશરોજ (નોરેજ-આનંદને દિવસ)નામ આપેલું હતું. તે દિવસે ઉચ્ચ કુળની કુલિન કામિનીઓ રાજ્યમહાલયના જનાનખાનાના ચેકમાં શહેનશાહની આજ્ઞાથી એકત્ર થતી હતી. આ બજારમાં ઉપયોગી અને બહુમૂલ્ય વસ્તુઓની લેવડ-દેવડ, ખુદ શહેનશાહની બેગમો, શાહજાદીઓ અને રખાય તથા રાજા, અમીર અને ઉમરાવની સ્ત્રીઓ, પુત્રીઓ અને વધુ કરતી હતી. બાદશાહ પોતે છુપા વેશે આ બજારમાં ભાગ લેતો હતો અને તેથી સલ્તનતની એકંદર હાલત અને પોતાના જુદા જુદા કામદારોની સારી મીઠી ચાલચલગત તે જાણું લેતો હતો. અબુલફજલનું આ કથન સર્વાશે સત્ય હોય એમ માની શકાતું નથી; કેમકે ભટ્ટકાવ્ય ગ્રંથ તથા અન્ય ઈતિહાસમાં નોરેજમાં થતા અત્યાચારોનું વર્ણન સારી રીતે કરવામાં આવેલું છે અને તે ઉપરથી જાણી શકાય છે કે શહેનશાહ અકબરે રૂપસુંદરી લલનાઓનાં અપૂર્વ રૂપને જેવાને અને તેમનાં સતી વને ભ્રષ્ટ કરવાને આ યુકિત શોધી કાઢી હતી. અકબરને કેટલાક ઈતિહાસકારો ધર્માત્મા પુરુષ તરીકે ઓળખાવે છે, એ વાત જો કે તદન અસત્ય તે નથી; પરંતુ તેની પૂર્વાવસ્થા રૂપનિરીક્ષણ અને વિષયવાસનાની તૃષ્ણથી મલીન થયેલી હતી, એ વાત તો સત્ય જ છે. શહેનશાહ અકબરમાં અન્ય મુસલમાન બાદશાહો કરતાં કેટલાક સારા ગુણોને અવશ્ય વાસ હતો અને તે ઉપરાંત તેનું હૃદય પણ દયાળુ હતું અને તેથી તેને ધર્માત્માને બદલે સુયોગ્ય બાદશાહનું ઉપનામ આપવું, એ વધુ ઠીક છે. અસ્તુ. ઉપર સખ્ત વેર લીધું હતું. કરમચંદના પુત્રોને ભેળવીને તે બીકાનેર લઈ ગયો અને તેમને બહુ સન્માનથી રાખ્યા; પરંતુ એક દિવસે પિતાના સૈનિકે મેકલીને તેના મકાનને ઘેરી લેવરાવ્યું. કરમચંદના પુત્રો રાજ્યના સનિકે સાથે બહાદુરીથી લડયા; પરંતુ તેઓ સર્વ મરણને શરણ થયા, માત્ર તેમના કુટુંબની એક સગર્ભા સ્ત્રી આ હત્યાકાંડમાંથી કિશનગઢ નાસી ગઈ અને ત્યાં તેને પુત્ર ઉત્પનન થયો. આ રીતે વીર વસરાજના વંશની રક્ષા થઈ હતી. આ પ્રસંગ અકબરના મૃત્યુ બાદ બન્યો હતો એટલે તેને પ્રસ્તુત નવલકથા સાથે કાંઈ સંબંધ નથી.
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy