SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ નોરાજના હેતુ “ત્યારે તમે ધર્માત્મા નહિ, પણ પાપાત્મા છેા; પુરુષ નહિં પણુ પિશાચ છે.'' લીલાદેવીએ ક્રેથી કહ્યું. ૪૧ “તમારા કટુ શબ્દો પણ મને અત્યારે અમૃત સમાન મધુર લાગે છે; કેમકે જ્યારથી મે તમને નૌરાજના ખારમાં જોયાં છે, ત્યારથી હું તમારા રૂપ ઉપર આશક થયા છુ, સુંદરી !” અકબરે હસીને કહ્યુ', જહાંપનાહ !” લીલાદેવીએ ગંભીરતાથી કહ્યું. ' તમારા જેવા મેટા પુરુષને આવું અધટત વન કરવું એ ઉચિત નથી. હું કાણુ છું? પરસ્ત્રી અને વળી તમારા મિત્રની પત્ની; તેના પ્રત્યે તમે કુદૃષ્ટિ કરેા છે, એ દૈવી વાત ?” પ્યારી દિલબર !'' અકબરે લીલાદેવીના કામળ કર પકડતાં કહ્યું, “ચિત શું અને અનુચિત શું, એ હું જાણુતા નથી. હું તે। તમને ખરા જીગરથી ચાહું છું અને તેથી પ્રિયા ! તમને વિનંતિ કરીને કહુ` છું કે મારી ઈચ્છા પરિપૂર્ણ કરા’ પરપુરુષના રૂપથી સતી લીલાદેવીએ રેશમાંચ અનુભવ્યા. તેનું સમસ્ત શરીર ક્રેાધથી કરૂંપી ઊઠયું. તેણે તિરસ્કારથી એકદમ બાદશાહના હાથને તરછેડી નાખતાં કહ્યું, “એક સતી સ્ત્રીના સતીત્વનું ખંડન કરવા જતાં કેવું વિપરીત પરિણામ આવે છે, એની તમને ખબર જણાતી નથી, શહેનશાહ ! નહિ તા તમે આવું સાહસ કરી શકે નહિ. તમે સમગ્ર હિન્દુસ્થાનના બાદશાહ છે. હું એક સામાન્ય રાજાની રાણી છું; પરંતુ તમે જો અવિચારી પગલું ભરશેા તે યાદ રાખો કે તમારુ` અપમાન થશે.” ‘‘દિલખા !” જીન્નતની પરી ! તમારા જેવી રૂપનિધાન તરુણીથી અપમાનિત થવું, એ પણ ભાગ્યની વાત છે. માટે આડી અવળી વાતને જવા દઈ મારી ઈચ્છાને આધિન થાએ. હું તમને સમસ્ત ભારતની સામ્રાજ્ઞી બનાવીશ.'' અકબરે હસીને કહ્યુ. બાદશાહ !'' લીલાદેવીએ ક્રેથી કહ્યું. ‘‘અત્યાર સુધી હું પ્રજાપાલક જાણી તમારું માન સાચવતી હતી; પરંતુ હવે તમારા એ અધિકાર રહ્યો નથી. ધિક્કાર છે તમને, ધિક્કાર છે તમારી મેાટાઈને અને ધિકકાર છે તમારી રાજગાદીને ! હજી પણ તમને કહુ છું કે તમે જેમ આવ્યા છે!, તેમ પાછા ચાઢ્યા જાઓ. તમારા અત્યારના આ દુષ્ટ વ્યવહારની વાત હું ગુપ્ત રાખીશ અને તેથી મારી અને તમારી ઉભયની આબરૂ સચવાશે.”
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy