SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મેવાડને પુનરુદ્ધાર મધ્યમાં લટકાવેલાં સેનાચાંદીનાં પાંજરામાં પોપટ, મેના, કેયલ અને બુલબુલ કલરવ કરી રહ્યાં હતાં. ઓરડામાં ચોતરફ વિવિધ પ્રકારના રંગવાળા મખમલથી જડેલાં અને ઝરીકામથી ભરેલાં અનેક સુંદર આસને ગઠવેલાં હતાં, તેમાં એક અતિ મનહર આસન ઉપર એક નવજુવાન પરમ રૂપનિધાન સુંદરી બેઠેલી હતી. વિજયે તેને ઓળખી, તે શાહજાદી આરામબેગમ હતી, વિજયે શાહજાદીને વિનયથી મસ્તક નમાવી પ્રણામ કર્યા. શાહજાદી જે આસન ઉપર બેઠી હતી, તેની પાછળ બે તાતારી સ્ત્રીઓ તેને પંખાવતી પવન નાંખતી ઊભેલી હતી. વિજયે શાહજાદીના અત્યંત લાવણયુક્ત વદન તરફ નિહાળી નમનતાઈથી કહ્યું, “શાહજાદી સાહેબા ! આ સેવકને આપે જ યાદ કર્યો શાહજાદીએ ક્ષણવાર વિજયના સામે જોઈ મીઠા અને મધુર સ્વરે કહ્યું, “હા. મેં જ તમને યાદ કર્યા છે વિજયકુમાર !” જાણે મીઠા મેહક સરોદથી બુલબુલ જ બેલતું હોય, એવો ખ્યાલ વિજયના મગજમાં ઉત્પન્ન થયે. તે શાહજાદી તરફ કાંઈ પણ બેલ્યા વિના અર્થસૂચક દૃષ્ટિએ જોઈ રહ્યો. “વિજય! સામેના આસન ઉપર બેસે. મુંઝાવાનું કશું પણું કારણ નથી.” શાહજાદીએ મંદ સ્મિતપૂર્વક કહ્યું. સ્મિત કરતાંની સાથે તેની ખૂબસુરતીની ઝલક જોઈ વિજય આશ્ચર્યમુગ્ધ થઈ ગયો હતો. તેણે કહ્યું “નહિ અહીં જ ઊભું છું; પરંતુ આ બાદશાહી જમાનામાં મારા જેવા સાધારણ મનુષ્યને પ્રવેશ થવો અસંભવ હોવા છતાં મને અહીં બોલાવવાનું આપને શું પ્રયોજન છે, શાહજાદી સાહેબા !” તેના આ પ્રશ્નથી શાહજાદી હસી પડી. આહા ! તે હાસ્યમાં કેટલી મધુરતા હતી ? કેટલું સૌદર્યું હતું ? કેટલું લાવણ્ય હતું ? આસ્માની રંગની રત્નજડિત ઓઢણીમાં છુપાયેલું શાહજાદીનું ગૌરવણય બદન અને તેની મોહકતાનું વર્ણન આ કલમથી થઈ શકે તેમ નથી ! વિજય એ રૂપના રાશિને અનિમિષ નયને જોતા ફરીને બોલે. “શાહજાદી સાહેબા ! ગુસ્તાખી માફ કરો; પરંતુ સેવકને અહીં શા અથે લાવ્યું છે, તે કેમ કહેતાં નથી ? “વિજય ! અત્યારે રાત ઘણું વહી ગઈ છે; માટે અત્યારે તે આરામ કરે. સવારે જે કહેવાનું છે તે કહીશ.” શાહજાદીએ ગંભીરતાથી કહ્યું.
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy