SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪થું આકસ્મિક ઘટના ચંપાના મહાલયને ત્યાગ કરી વિજય આગ્રાના રાજમાર્ગે થઈને કયાંક ચાલ્યો ગયો, એ આપણે બીજા પ્રકરણમાં વાંચી ગયા છીએ. વિજય જ્યારે મહાલયમાંથી બહાર નીકળે ત્યારે રાત્રિના આઠ વાગી ગયા હતા આકાશમાં અગણિત તારાઓ ઊગ્યા હતા. પરંતુ ચંદ્રના રૂપેરી પ્રકાશ આગળ તેઓ બિલકુલ ઝાંખા જણુતા હતા. આગ્રાના રાજમાર્ગો અને અમીર-ઉમરાવોનાં ઉચ્ચ મકાને અસંખ્ય ઉજજવલ દીપકેથી પ્રકાશી રહ્યાં હતાં. કેઈ કેાઈ મકાનમાંથી સિતાર-સારંગીના સૂર સાથે કિનરકંઠી રમણીઓનાં કર્ણપ્રિય ગાયને સંભળાતાં હતાં. વિશાળ રાજમાર્ગ ઉપર વિવિધ પ્રકારનાં વાહનમાં બેસીને અમીર ઉમરાવો આવ જા કરી રહ્યા હતા. બળદગાડીએ, પાલખીઓ, ડાળીઓ સુખ પાલે, રથા વગેરેની આવ-જાથી ધમાલ મચી રહી હતી. માર્ગની બંને બાજુએ અનેક પ્રકારની ચીજોની દુકાને આવેલી હતી. દુકાનદારોએ વિક્રયની વસ્તુઓને પોતાની દુકાનમાં એવી તે સરસ રીતે ગોઠવેલી હતી કે ગ્રાહકોનાં દિલ તે લેવાને તુરત લલચાતાં હતાં. રસ્તા ઉપર પાનની દુકાનને તે પાર નહોતો અને તેમાં બેસીને રૂપસુંદર યુવતિઓ પાન વેચતી હોવાથી કામીજનેને ત્યાં અચ્છી રીતે જમાવ થયેલો હતો. ટૂંકમાં કહીએ તો આગ્રા નગરની અત્યારની શોભા અલૌકિક હતી અને પ્રેક્ષકોને ઈદ્રપુરીનું ભાન કરાવતી હતી. વિજય, આ સઘળા પ્રકારને ઉદાસીન ભાવે જેતે જેતે આગળ ને આગળ ચાલ્યો જતો હતો. તે ક્યાં જતો હતો, તે તે પોતે પણ જાણતો નહોતા. એટલે આપણે તો કયાંથી જાણી શકીએ ! છેવટે તે યમુના નદીના તટ પ્રદેશ ઉપર આવી પહોં. સુશીતલ હવાનો ઉપભોગ લેવા આવેલાં આગ્રાના વિલાસી નગરજને આ વખતે પિતાનાં વાહનમાં બેસીને પાછાં ફરતાં હતાં. પૂર્ણિમાની રાત્રિ હોવાથી રજનીનાથ સંપૂર્ણ કળાથી ખીલી રહ્યો હતો. યમુનાનું કૃષ્ણવર્ણ જલ ચંદ્રના ધવલ પ્રકાશથી સફેદ દૂધ જેવું જણાતું હતું. ઠંડો અને સુવાસિત પવન ધીમે ધીમે વાતો હતો, તેના ક્ષણવારના સેવનથી વિજયનું ઉશ્કેરાયેલું દિલ કાંઈક શાંત થયું. તે ચંદ્ર-જડિત આકાશ અને
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy