SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમી યુગલ ૧૬૯ હિન્દુ અને જૈન શાસ્ત્રને મેં જફરજોગ અભ્યાસ કરેલો હોવાથી હું એ પણ જાણું છું કે તમારા શાસ્ત્રકારોએ પુનમના સિદ્ધાંતને માન્ય રાખેલો છે. અમારે ઈસ્લામ ધર્મ છે કે આ સિદ્ધાંતને માન્ય રાખતા નથી. અને તેથી એક ઈસ્લામી તરીકે મારે તેમાં લેકિન ન રાખવું જોઈએ. તે પણ મારો તમારા તરફ જે પ્રેમ છે, તેને લઈને તમારી સન્મુખ જાહેર કરું છું કે જે પુનમને સિદ્ધાંત પર હોય અને મૃત્યુ પછી કર્માનુસાર બીજો જન્મ ધારણ કરવો પડતે હેય, તે ભવિષ્યમાં હું અને તમે એક જ જાતિ અને એક જ ધર્મમાં જમીને પણ પ્રેમગ્રંથીથી જોડાઈને સુખી થઈ શકીશું. ખુદાતાલા મારી આ ઇચ્છાને પાર પાડે, એ છેવટની તેમના પ્રતિ અને કોઈવાર પત્ર લખી મને યાદ કરશે, એવી તમારા પ્રતિ પ્રાર્થના છે. અસ્તુ. લી. શાહજાદી આરામબેગમ વિજયે ઉપર્યુક્ત કાગળને બે-ત્રણ વાર વાંચો અને તેમાં લખેલી હકીકતથી તથા શાહજાદીને પોતાના પ્રત્યેને નિરસીમ પ્રેમ જોઈને તે આશ્ચર્યમુગ્ધ થઈ ગ. કાગળમાં છેવટે પિતાને કરેલી પ્રાર્થના મુજબ શાહજાદીને પત્ર લખવો કે નહિ, તેના ગંભીર વિચારમાં તે પડી ગયો અને એશ્લે સુધી કે તેની પ્રિયતમા ચંપા તેની સન્મુખ આવીને ઊભી રહી; તો પણ તેને તેની ખબર પડી નહિ. ચંપાએ પોતાના પ્રિયતમને વિચારસાગરમાં ગોથાં ખાતાં નિહાળીને તેનું ધ્યાન પોતાની તરફ ખેંચવાને માટે વિજયને ઉદ્દેશીને પૂછ્યું. “શું વિચારી રહ્યા છે, નાથ ?” વિજયે ચંપાને મધુર સ્વર સાંભળીને ઘોર નિદ્રામાંથી જાગૃત થઈ સ્મિત હાસ્યપૂર્વક કહ્યું. “યારી! તું અહીં કેટલા સમયથી આવીને ઊભી છે?” ચંપાએ હસીને જવાબ આપે. “પ્રિયતમ! મને અહીં આવ્યાને બહુ સમય થયું નથી. પરંતુ મારા આગમન પૂર્વે આપ શે વિચાર કરી રહ્યા હતા, તે હરકત ન હોય તે કૃપા કરીને કહે.” “ચંપા !' વિજયે કહ્યું. “મારા મનની વાત અથવા તે મારા મનને વિચાર ગમે તેવો ગુપ્ત હેય તે પણ તને કહેવાને કશી પણ હત છે જ નહિ. પ્રિય દેવી ! તું જાણે છે કે હું કઈ અજબ સંગને લઈ શહેનશાહ અકબરની પ્રીતિ સંપાદન કરી શકો છું; પરંતુ તે શા કારણથી સંપાદન કરી શક છું, એ વિષેની હકીકત મેં તને કે થાનસિંહ શેઠને કહી નથી. જ્યારે તે મને એ હકીકત જાણવાને
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy