SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ મેવાડને પુનરુદ્ધાર “શાહજાદા સાહેબ ! શું એ મનમોહન સુંદરી મહેરને આપ હજુ ભૂલી ગયા નથી ? દાણી જ આશ્ચર્યની વાત ! પરંતુ આપ તેને મેળવશે શી રીતે ?” મહમદે સવાલ કર્યો. મહમદ ! દસ્ત ! તું હજુ ઉલ્લુ જ રહ્યો છે; શી રીતે મેળવશે, એ કાંઈ સવાલ છે! જમીન આસમાન એક થાય; તો પણ હું તેને છોડનાર નથી. જ્યારે દિલ્હીના તખ્તતાઉસ ઉપર તારે આ મિત્ર વિરાજમાન થશે, ત્યારે બિચારા શેર અફગાનની શી તાકાત છે કે તે મહેરને સાચવી શકે ? ગમે તે ભોગે અને ગમે તે ઉપાયે હું મહેરને મારી દિલબર બનાવીશ, એ ચેકસ છે. અને જ્યારે એમ કરીશ, ત્યારે જ મારા દિલની આગ બુઝાશે.” શાહજાદાએ આખો ફાડીને જવાબ આપે. મહમદે હસીને કહ્યું. પાક પરવરદેગારની મહેરબાનીથી આપની ઈચ્છા જલદી પાર પડે, એમ હું ઈચ્છું છું; પરંતુ શાહજાદા સાહેબ ! જ્યારે આપ એ લલિત લલનાને મેળવશે, ત્યારે પેલી ગુલબદન રજીયાનું શું થશે ! શું તેને વિસરી જશો ?” રજીયા !” શાહજાદાએ આશ્ચર્ય પામીને કહ્યું : “નહિ, રજીયાને વિસારી મેલવી મને પાલવે તેમ નથી; કારણ કે મને તેની કેટલાક રાજકીય કામોમાં ખાસ કરીને અગત્ય છે, પરંતુ મહેરની આગળ રજીયા તુરછ છે; કાંઈ વિસાતમાં નથી, મહમદે શરાબની પ્યાલી લઈને કહ્યું: “સાહેબ! આ૫ મહેરને વધુ મહત્વ આપે છે; પરંતુ મારા મતાનુસર મદમાતી સ્થૂલકાય સુંદરી રજીયા મહેરથી જરા પણ ઉતરતી નથી. પછી તે આપ જે ધારતા હે, તે ખરું.” “દસ્ત ! તારું કથન ઠીક છે, પરંતુ મહેર તે મહેર જ છે; તેની તુલનામાં રછયા ટકી શકે તેમ નથી. યા ખુદા ! યા પરવરદગાર ! મહેર હા, મહેરને જ હું મારી રાજરાણું બનાવીશ.” શાહજાદે શરાબના બેહદ નીશામાં બેલી ઊઠ. બરાબર આ સમયે પચીસેક વર્ષની એક તરુણીએ શાહજાદા સલીમની સન્મુખ આવીને કહ્યું : “શાહજાદા સાહેબ ! કાને આપની રાજરાણું બનાવવવા માગે છે ?” શાહજાદાએ નીશામાં જ જવાબ આપ્યો. “તને, પ્યારી રજીયા !
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy