SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મેવાડને પુનરુદ્ધાર સપડાવી લેજે. હું હવે જાઉં છું.” લલિતા હસતી હસતી એ પ્રમાણે સૂચના કરીને ચાલી ગઈ અને અવકાસુંદરીએ સામેથી મહારાણા પ્રતાપસિંહને આવતાં જોઈ સ્તબ્ધ થઈને ઊભી રહી. નિત્યના નિયમ પ્રમાણે પ્રતાપસિંહ પ્રાતઃકાલમાં વહેલાં ઊઠીને વિકસિત બનેલાં પુષ્પની તાજી હવાને ઉપભોગ કરવાને બાગમાં આવ્યા હતા. તેણે આ વખતે સાદાં અને વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. અગાધ ચિંતા અને અસહ્ય દુઃખથી તેનું ભવ્ય મુખ જે કે ઉદાસ જતું હતું અને તેની આંખો જો કે ઊંડી પેસી ગઈ હતી; તે પણ તેના શરીરના મજબૂત બાંધામાં, તેના મુખની ભવ્યતામાં અને તેની આંખેના તેજમાં બહુ ન્યૂનતા થઈ નહોતી. પ્રતાપસિંહ ફરતો ફરતો અને બાગની સુગંધી હવાને ઉપભોગ કરતે કરતે અલકાસુંદરી જે આમ્રવૃક્ષ નીચે નિશ્ચળ ભાવે ઊભી હતી, તેની નજીક આવી પહોંચ્યા અને આવતાં જ ત્યાં અલકાને અવનત મુખે ઊભેલી જોઈને તે ત્યાં ઊભો થઈ રહ્યો. જ્યારથી પ્રતાપે મેવાડને ઉદ્ધાર કરવાનું અને સ્વદેશી સ્વતંત્રતા સાચવવાને માટે સર્વ ભોગ વિલાસને ત્યાગ કર્યો હતો, ત્યારથી તેનું હૃદય ઘણે ભાગે શુષ્ક થઈ ગયું હતું અને તેમાંથી નેહરૂપી અમૃત કેટલેક અંશે સુકાઈ ગયું હતું અને તેથી કોઈ પણ સુંદર સ્ત્રીને જોઈને તેના હૃદયમાં કશી પણ અસર થતી નહતી; પરંતુ અત્યારે અલકાસુંદરીને જોઈને અને તેના અલોકિક રૂપને અવલોકીને તેને સ્વાભાવિક રીતે જ અજાયબી થઈ અને તેના હૃદયમાં ચમત્કારીક અસર પણ થઈ. તેણે અલકાને બરાબર ધ્યાનપૂર્વક જોઈ લીધી અને તે પછી તેને તેની સાથે વાર્તાલાપ કરવાની જીજ્ઞાસા થઈ. તેણે તુરત જ મીડા અને મધુર અવાજે પૂછ્યું. “તમે કોણ છો અને અહીં શા માટે ઊભાં છો ?” - અલકાએ કાંઈ પણ ઉત્તર નહિ આપતાં મૌન સેવવાનું જ ઉચિત વિચાર્યું. પ્રતાપસિંહે ફરીથી પૂછયું. “કેમ ઉત્તર આપતાં નથી? મેં સાંભળ્યું છે કે ઠાકાર રાયધવલને એક અલૌકિક સૌદર્યવતી પુત્રી છે; શું તે તમે તે નહિ ને !” અલકાએ આ વખતે આડી નજરે પ્રતાપસિંહના મુખને એકવાર જોઈ લીધું; પરંતુ કાંઈ જવાબ આપે નહીં.
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy