SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧મું સ્નેહ સ્વીકાર “સ્વપ્નમાં પણ અચળ દીઠું સ્નેહનું સભારણું, પ્રેમનું પગલુ થતાં ઉઘડે હૃદયનું બારણુ; શુદ્ધ સાચા સ્નેહ પાસે તુચ્છ છે સુખ સ્વગ નું; ના ચહે પ્રેમી વિના સુખ મેાક્ષ કે અપવગ નું,” – મેવાડની સા ઘણા દિવસથી જેની મૂર્તિને હૃદયમાં ધારણ કરી રાખી છે, તેનું અચાનક અહીં આગમન થયું', તે મારા ભાગ્યની પરિસીમા નહિ તેા ખીજી શું? પરંતુ સાંભળ્યું છે કે ` જ્યાં સુધી મેવાડનેા પુનરુદ્ધાર ન થાય, ત્યાં સુધી ભેગવિલાસ અને પ્રેમચર્યાને સ્વપ્નમાં પશુ સ`ભારીશ નહિ.” એવી તેમણે સખ્ત પ્રતિજ્ઞા લીધેલી છે. અને તેથી આવી વિરાગી અવસ્થામાં તે મારા સ્નેહને સ્વીકાર કરશે ખરા ? આ ઘટના જરા વિચારવા જેવી છે ખરી; પરંતુ શું તે મારા પ્રેમને તિરસ્કાર કરશે ? અને જો તે મારા પ્રેમનેા તિરસ્કાર કરે, તેા પછી આ જીવન શું કામનું છે ? જીવનના ઉદ્દેશ્ય પણ પછી શે। રહે તેમ છે ? ના, ના; તે મારા સ્નેહના તિરસ્કાર કરે, એ તા મને સંભવત લાગતું નથી. ત્યારે શું સ્વીકાર કરશે? અલબત્ત, તેમણે મારા સ્નેહના સ્વીકાર કરવા જોઈએ! પરંતુ કદાચ ન કરે તેા ?' એક લગભગ અઢાર-વીશ વર્ષની અવસ્થાએ પહેાંચેલી સુધરી આ પ્રમાણે પેતાના મનથી વિચાર કરતી હતી અને અવનવી કલ્પનાઐમે ઉપજાવતી હતી. પ્રાતઃકાળ સમય હતેા, સૂર્યનારાયણુના ઉષ થઈ ગયા હñ.. મીઠા, મધુર અને સુશીતલવાયુ વહન કરી રહ્યો હતા. બાગમાંહેના વિવિધ જાતિના પુષ્પા દિવાકરને માન આપવાને ખીલી ઊઠયાં હતાં. જુદા જુદા રસના ભાગી ભ્રમરા તેમની ઉપર ગુંજારવ કરી રહ્યા હતા. વૃક્ષો ઉપર પંખીએ આન થી કલેાલ કરી રહ્યાં હતાં અને શ્યામ રોંગની પણ મીઠા કર્ડની ક્રાયલ ક્ષણે ક્ષણે પેાતાના ટહૂકાર કરીને આખા ભાગને ગજાવી આ સમયે એક યુવાન સુંદરી આમ્રવૃક્ષના આશ્રયે બેસીને પુષ્પોની માળા ગુંથી રહી હતી. રહી હતી. ખરેાખર ગુલાબના સુમધુર
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy