SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સમ્રાટ ૧૨૧ આવવા માટેની કાંઈ સગવડ કરી આપી નહિ, એ કેવી વાત?” અકબરે વિશેષ આશ્ચર્ય પામીને પૂછ્યું. “પૃથિવીપતિ !” આચાર્ય મહારાજે મંદ સ્મિત કરીને કહ્યું. “હું પગે ચાલીને આવ્યું, તેમાં સુબેદારને કાંઈ પણ દેષ નથી, તેણે તો મને જે જોઈએ તે આપવાની ઉદારતા દર્શાવી હતી; પરંતુ અમારા મુનિધર્મના અંગે મારાથી એક પણ વસ્તુ તેમની પાસેથી લઈ શકાય તેમ નહિ હોવાથી હું મારી ઈચ્છા પૂર્વક જ પગે ચાલીને આવ્યો છું. અને તેથી “સુબેદારે મને કેમ કાંઈ સગવડતા કરી આપી નહિ' એ સવાલ રહેતો નથી.” “સૂરિ મહારાજ !” બદશાહે કૃતજ્ઞતાથી કહ્યું “આપને દિલ જ મુસાફરી કરવી પડતી હશે, એમ જે મારા જાણવામાં પ્રથમથી આવ્યું હેત તે હું આપને અહીં સુધી આવવાની તકલીફ આપત નહિ, મારા સમજવામાં તો એમ જ હતું કે આપને મારા સુબેદાર તરફથી વાહન વગેરેની સગવડ કરી આપવામાં આવશે એટલે આપ સુખપૂર્વક અત્રે આવી શકશે; પરંતુ આપના કથનથી મારી એ સમજણ અસત્ય ઠરે છે. અને તેથી મારી એ ગેરસમજણને લઈ આપને મુસાફરીમાં જે જે મુશ્કેલીઓ અનુભવવી પડી હોય, તે માટે હું પુનઃ આપની માફી ચાહું છું.” “નામવર બાદશાહ ” સૂરિજીએ કહ્યું. “આપની કૃતજ્ઞતા માટે હું આપને અહેસાનમંદ છું; પરંતુ જ્યારથી મેં મુનિધર્મને સ્વીકાર કર્યો છે, ત્યારથી ઉપદેશને માટે જુદે જુદે સ્થળે મારે પૈદલ મુસાફરી કરવી પડતી હેવાથી તેમાં કેટલીક મુશ્કેલીઓને અનુભવવી પડે છે, પરંતુ એ મારા મુનિધર્મની ફરજ હોવાથી તેમ કરવામાં મને લેશ માત્ર પણ દુઃખ ઉપજતું નથી અને તેથી તે માટે આપે માફી માગવાની કશી પણ આવશ્યકતા નથી.” “સૂરિજી! એ આપના પરાથી હૃદયની ઉત્તમતાની સાક્ષી પૂરે છે. હું આપની મુસાફરીની હકીકત જાણવાને બહુ જ ઈન્તજાર છું અને તેથી કૃપા કરી મને તે કહી સંભળાવશે.” બાદશાહે જીજ્ઞાસાથી કહ્યું, સૂરીશ્વરે તેને કાંઈ પણ જવાબ આપ્યો નહિ. એટલે તેણે બીરબલ તરફ જોઈને કહ્યું, બીરબલ! સૂરિજી પોતાની મુસાફરીને હાલ પોતે કહેવાને ખુશી નથી, માટે તેમને આમંત્રણ કરવાને જે બે કર્મચારીઓ ગયા હતા, તેમને અને બેલા; તેમની પાસેથી આપણે સર્વ હકીક્ત જાણું શકીશું.”
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy